Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં મામલતદારની રેડમાં ચાર લાખનો મુદ્દામાલ કરાયો સીઝર.

Share

– માંગરોળનાં મામલતદારે રેડ કરી હાઇવે પરથી પસાર થતી ગાડીઓમાંથી પામોલીન તેલની કાઢી, ડબ્બામાં પેક કરી, વેચાણ કરાતું હતું. ચાર લાખનો મુદ્દામાલ સીઝર કરાયો.

માંગરોળ તાલુકાનાં ધામરોડ ગામની સીમમાં GEB પાવર હાઉસની બાજુમાં બ્લોક નંબર ૩૮૬ વાળી જમીન ખલીલ એહમદ મોહમદ ઇકબાલ કુરેશી વગેરેના નામે ચાલે છે. આ જમીનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પરથી ગાડીઓ પસાર થાય છે. એમાંથી રાત્રીનાં સમયે ૫૦ કે ૧૦૦ લીટર પામોલીન તેલ કાઢી પંદર લીટરવાળા ડબ્બામાં પંદર લીટર પેક કરવામાં આવતું હતું. આ અંગે સરકારશ્રીની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. મામલતદાર કચેરીની ટીમે તપાસ કરતાં પામોલીન તેલ ભરેલા ૪૭ ડબ્બા જેની કિંમત ૮૨,૨૫૦ રૂપિયા, ૬૪ ખાલી ડબ્બા, ખાલી બેરર નંગ 2, એક વજન કાંટો, મારૂતિ ઇકો આ બધાની કુલ કિંમત ૩,૦૨૦૮૦ રૂપિયા મળી કુલ ૩,૮૪,૪૩૦ રૂપિયાનો માલ સીઝર કરવામાં આવ્યો છે. આ માલ અંગે બીજો હુકમ ન થાય ત્યાં સુધી ૬૪ ખાલી ડબ્બા અને ખાલી બેરર નંગ બે લાડુરામ ભમારામ ગુજજરને તથા ૪૭ તેલ ભરેલા ડબ્બા, વજન કાંટો અને મારૂતિ ઇકોનો જથ્થો PSI કોસંબાને સરકારશ્રીનો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સુરક્ષિત જાળવવા સુપ્રત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં મામલતદાર ડી.કે વસાવા, નાયબ મામલતદાર (પુરવઠા) ગીરીશભાઈ પરમાર, કોસંબા પોલીસનો અને મામલતદાર કચેરી, માંગરોળનો સ્ટાફ જોડાયો હતો.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

ગોધરા : આજના દિવસને શા માટે ઉજવવામાં આવે છે ડોકટર ડે જાણો વિગતે.

ProudOfGujarat

નેત્રંગના ખરેઠા ગામે આગ લાગતા ઘર બળીને ખાખ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!