ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી વાધેલાની ટીમનાં માણસો નર્મદા જીલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો. આ અંગે વધુ જોતાં પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીનાં આધારે જુગારનાં ગુનો કે જે આમલેથા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો તેના નાસતા ફરતા આરોપી મોગલ રાયસિંગભાઈ વસાવા રહે. ડભાલ જીલ્લો ભરૂચને ડભાલ ગામ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે જેની કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. આ આરોપીની અટક ઇ. ગુજકોપ એપ્લિકેશનની મસદદથી ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતાં એક ઉમલ્લા પોલીસ સ્ટેશન અને બીજી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતેનો નોંધાયેલ ગુનામાં પણ આરોપીની સંડોવણી જણાઈ છે આ ગુનો પ્રોહિબિશન અને ચોરોનો ગુનો હોવાનું જાણવા મળેલ છે આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ અહેકો મગનભાઇ ડોલાભાઈ અને અન્ય કર્મચારીઓએ કામગીરી કરી હતી.
નર્મદા જીલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
Advertisement