Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ – શિનોર – પોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ …

Share

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર છે આ તબક્કે કરજણની સીટ માટે ચૂંટણીલક્ષી કામકાજનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. હવે ગણતરીનો સમય બાકી છે ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર જઈ ખાટલા બેઠકો પણ યોજવામાં આવે તો બીજી તરફ સરકારી તંત્ર દ્વારા બુથ લેવલની કામગીરીને આખરી ઓપ અપાયો હતો. કરજણ શિનોર પોર વિધાનસભાની પેટા ચૂંટણીને આડે હવે કલાકો બાકી રહ્યા છે ત્યારે કરજણ સેવાસદન ખાતે ચૂંટણીલક્ષી કામગીરી જિલ્લા સમાહર્તા શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઇ હતી. જેમાં EVM મશીન સહીત અન્ય સામગ્રી બુથ લેવલે આપવામાં આવી હતી.

કરજણ સેવાસદન ખાતે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં કરજણ શિનોર તાલુકાના બુથ કર્મીઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને EVM મશીન તેમજ મતદારો કોરોનાથી સુરક્ષિત રહે એ માટે મતદારો માટે હેન્ડ ગ્લોઝ, સૅનેટાઇઝર જેવી અન્ય સામગ્રીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પેટા ચૂંટણીઓમાં કરજણની પેટા ચૂંટણી પર સમગ્ર ગુજરાતનાં રાજકારણની મીટ મંડાયેલી છે ત્યારે આગામી સમયમાં ગણતરીના કલાકો ચૂંટણીનાં બાકી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી આબાદ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે ગણતરીના કલાકો બાકી હોય તેવામાં બંને પક્ષો દ્વારા પણ છેલ્લી ઘડીના નિરણાયો લેવાશે તો બીજી તરફ કરજણની શિનોર પેટા ચૂંટણી માટે સરકારી અધિકારીઓએ દ્વારા સંપૂર્ણપણે ગુપ્ત મતદાન કોરોના મહામારી બાદ કોવિડ-19 ના નિયમોને ખાસ ધ્યાનમાં રાખવામા આવશે તેવું વડોદરા જીલ્લા કલેકટરે જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી…

ProudOfGujarat

ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…

ProudOfGujarat

પોલિયો રસીના બે ટીપા બાળકોને અપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!