માંગરોળ તાલુકાના વાંકલ ગામના પાનેશ્વર ફળિયામાં આવેલી બ્લોક નમ્બર 663 વાળી જમીન માં જીવંત વીજ તાર તૂટી પડતા આઠ વીઘા શેરડી નો ઉભો પાક બળી ને ખાખ. અંદાજે આઠ લાખથી વધુનુ નુકસાન. વીજ વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી. માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે પાનેશ્વર ફળિયા માં નૌશીર ભાઈ પારડીવાલા ની ચાર હેકટર શેરડી નુ વાવેતર કર્યું હતું. જેમાં આજરોજ શેરડી ના ખેતર માં ખેતીવાડી ની લાઈન ચાલુ હતી અને ખેતર માં શેરડી ને પાણી પીવડાવવાનું ચાલુ હતું ત્યારે સવારે સાડા દસ વાગ્યાં ની આજુબાજુ ના સમય માં જીવંત વીજ તાર તૂટી પડતા બે હેકટર જેટલી શેરડી નો પાક માં આગ ભભૂકી ઉઠી હતી અને અડધું ખેતર ની શેરડી નો પાક બળી ખાખ થઈ ગયો હતો. તેઓ એ વારંવાર ની રજૂઆતો કરી હતી. કે વીજતારો ઝૂલી રહ્યા છે પણ કોઈ પણ જાતનું મેઇટેનન્સ કરવામાં આવ્યું ન હતું. આગલા વર્ષે પણ વીજકર્મીની બેદરકારીને લીધે 80,000/ રૂપિયા નુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમ જણાવ્યું હતું. જીઈબી ની બેદરકારી નો ભોગ ખેડૂતો બની રહ્યા છે. માંગરોળ જીઈબી નો સ્ટાફ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના આવી પહોંચ્યો હતો. અને વીજપુરવઠો તાત્કાલિક બંધ કરી દેવા માં આવ્યો હતો.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ
માંગરોળ તાલુકાના વાંકલ ગામના પાનેશ્વર ફળિયામાં આવેલી બ્લોક નમ્બર 663 વાળી જમીન માં જીવંત વીજ તાર તૂટી પડતા આઠ વીઘા શેરડી નો ઉભો પાક બળી ને ખાખ.
Advertisement