ભરૂચ જીલ્લાના કેવડીયા ખાતે વધપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે દિવસોથી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાં આવ્યું હતું. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના વડાપ્રધાન દ્વારા 17 પ્રકલ્પોની લોકાર્પણ વિધિ કરાઇ હતી. આ કાર્યક્રમ પૂર્વે ડેડીયાપાડા વિસ્તારની ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરતો કાર્યક્રમ અપાયો હતો જેમાં બી.ટી.પી. ના પ્રમુખ પણ પોલીસ અટકાયતમાં આવ્યા હતા. ડેડીયાપાડા વિસ્તારના જંગલોનું ખાનગીકરણ અને આદિવાસી સમાજના વિકાસને લઈને બી.ટી.પી. ના કાર્યકર્તાઓએ વિરોધ દર્શક કાર્યક્રમ આપ્યો હતો. આ તકે પોલીસે બી.ટી.પી. ના કાર્યકરોની અટકાયત કરી હતી.
પી.એમ.કાર્યક્રમ પૂર્વે બી.ટી.પીનાં પ્રમુખની પોલીસે અટક કરતા દેડીયાપાડામાં ભારે આક્રોશ જોવા મળ્યો. ભારતીય ટ્રાયબલ પાર્ટી પ્રમુખ દેવેન્દ્રભાઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં દેડીયાપાડા બજારમાં લોકોમાં આક્રોશ યુવા નેતા એવા દેવેન્દ્રભાઈ આદિવાસીઓના અનેક પ્રશ્નો જેવા કે જંગલો ખાનગી કંપનીઓને સોંપવું જેવા ગંભીર પ્રશ્નો વિશે બી.ટી.પી. ના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આદિવાસી વિસ્તારમાં સિંચાઇ માટે પાણી તેમજ સમાજને લગતા અનેક પ્રશ્નો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ તારીખે કેવડિયામાં આવેલા હોવાના વિરોધ માટે અનેક કાર્યકર્તાની દેવેન્દ્રભાઈ વસાવા સાથે અટકાયત સમાજ માટે લડતા રહીશું ભલે ગમે તેટલી પોલીસ મુકે સમાજ માટે હર હંમેશા લડતા રહિશુ તેવો આક્રોશ વ્યકત કર્યો હતો.
રાજપીપળા : આરીફ જી કુરેશી