ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનાં મહિલા સંગઠનનાં ઉપક્રમે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે તા.31-10-2020 રોજ રેલ્વે સ્ટેશન પર સવારનાં સમયે દેશમાં રોજે રોજ બનતો બળાત્કારની ઘટનાઓ અંગે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જણાવાયું છે
કે છેલ્લા 2 વર્ષમાં 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ બની ચૂકી છે એટલું જ નહીં પરંતુ ઓક્ટોબર માસ દરમ્યાન રોજે રોજ બળાત્કારની ઘટનાઓ બની હોય તેવું જણાયું છે ગુજરાત સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સાવ કથળી ગઈ છે મહિલાઓ તેમજ બાળાઓ સુરક્ષિત રહી નથી એક બાજુ જયાં સરકાર સંવેદન હોવાનો દાવો કરી રહી છે ત્યારે સમાજમાં એવાં બનાવો બની રહ્યા છે જેથી ભરૂચ આમ આદમી મહિલા સંગઠન દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ફિરોજા બેન પટેલ તેમજ ઉપપ્રમુખ રેખાબેન મિશ્રા તેમજ વાગરા તાલુકા અને જિલ્લાનાં અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી.
ભરૂચ : આમ આદમી પાર્ટી મહિલા સંગઠન દ્વારા મહિલાઓ પર થતાં અત્યાચાર સામે વિરોધ કાર્યક્રમ.
Advertisement