ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાનાં રાજવાડી ગામે ખેત મજૂરો પર મધમાખીનાં ઝુંડનો હુમલો થયો હતો. ઘાયલ થયેલા તમામ મજૂરોને સારવાર આપવામાં આવી હતી. આ મધમાખીનાં પૂડાને કોઈ પક્ષી અથડાતાં મધમાખીઓ ઊડી હોવાનું અનુમાન છે. રાજવાડી ગામ ખાતે ખેત મજૂરો પોતાની કામગીરી કરી રહ્યા હતા આવા સમયે અચાનક જ મધમાખીનાં ઝુંડનો હુમલો થતાં પાંચથી વધુ ખેત મજૂરો આ મધમાખીનાં ઝુંડનાં હુમલાથી ઘાયલ થયા હતા. આ ઘાયલ થયેલા ખેત મજૂરોને તાત્કાલિક સારવાર આપવા માટે 108 ને જાણ કરી સ્થળ પર બોલાવવામાં આવી હતી. ઘાયલ તમામ ખેત મજૂરોને 108 મારફતે સારવાર અપાઈ હતી અને અહીં ઉપસ્થિત ખેત મજૂરોનાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે આ મધપૂડામાં કોઈ પક્ષી અથડાયું હશે જેના કારણે માખીઓ ઊડી જતાં મધમાખીનાં ઝુંડ દ્વારા ખેત મજુરો પર હુમલો થયો હતો.
અહીં નોંધનીય છે કે મધમાખીનાં મધપૂડા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે આ મધપૂડાને ખૂબ જ સાવચેતી પૂર્વક તેમાંથી મધ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે પરંતુ અચાનક જ કોઈ મધપૂડામાં પક્ષી અથડાતાં માખીઓ ઉડીને ચારે તરફ ફેલાઈ જતાં આસપાસનાં વિસ્તારમાં રહેતા ખેત મજૂરોને ડંખ માર્યા હતા. રાજવાડી ગામનાં આ ખેત મજૂરો રોજનું રોજ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવામાં મધમાખીના ડંખથી ઘાયલ થયેલા મજૂરો હાલ સારવાર હેઠળ હોય તેઓને ખેત મજૂરી અર્થે જવાનું ન થાય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવું અહીંનાં ખેત મજૂરોએ પોતાની આપવીતી જણાવી હતી.