Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા સમારકામનાં બહાને રસ્તા પર થીંગડા મારવાની કામગીરી શરૂ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા એકનાં એક રસ્તા વારંવાર બનાવાયા હોય એવાં અનેક દાખલા અને ઉદાહરણો જણાઈ રહ્યા છે ત્યારે હાલ રૂ. 1 કરોડ કરતાં વધુની ગ્રાન્ટ વપરાયા વિનાની પડી રહેતા વિપક્ષનાં નેતા અને સભ્યોએ આ અંગે રજૂઆત કરતાં હાલ આ ગ્રાન્ટનું કામ રસ્તા રિપેરિંગ અંગે કરવામાં આવ્યું છે. વિપક્ષનાં નેતા સમસાદ અલી સૈયદનાં જણાવ્યા અનુસાર વિપક્ષની રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજની આજુબાજુના રસ્તા તેમજ અન્ય રસ્તાઓના સમારકામનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ સમારકામમાં ઓછી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોયું તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે.

વિપક્ષનાં નેતાએ વધુમાં એમ પણ જણાવ્યુ કે રૂ. 1 કરોડ કરતાં વધુની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા રસ્તાના કામકાજ અંગે વાપરવામાં આવનાર છે ત્યારે આવા કામકાજ પર અસરકારક સુપરવિઝન કરનાર હાલ કોઈ જણાતું નથી જે ખૂબ ગંભીર બાબત છે તેથી રસ્તાના કામકાજ પર યોગ્ય દેખરેખ રાખી મજબૂત અને ટકાઉ રસ્તાઓ તૈયાર થાય તે જરૂરી છે આ સાથે નોંધવું રહ્યું કે ભરૂચ નગરના કેટલાક રસ્તા પર વારંવાર સમારકામ કરવામાં આવ્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે તેથી લોકોના નાણાં વેડફાયા હોવાનું પણ સ્પષ્ટપણે જણાયું છે. ભૃગુઋષિ કોર્ટ ઓવરબ્રિજનાં બંને છેડેના રસ્તા આર.સી.સી ના બનાવવાનાં બદલે રાતોરાત આ રસ્તા પર ડામર અને કપચી પાથરી દેવાના પગલે ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લાની ગ્રામપંચાયતોના પેટાચુટણીના પરિણામો જાહેર.

ProudOfGujarat

ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમે ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો..

ProudOfGujarat

ભરૂચ : જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં છે… જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!