ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને હઝરત મોહમદ પયગમ્બરની અભદ્ર ટિપ્પણી અને કાર્ટૂન જાહેરમાં લગાડવાના કૃત્ય સામે મુસ્લિમ સમાજમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં મુસલમાનોને તથા મુસ્લિમ સમુદાયની લાગણી દુભાવવાની પ્રવૃત્તિ કરેલ હોવાનો આક્ષેપ કરી તેઓએ આખા ફાન્સ દેશમાં જાહેરમાં નબી હઝરત પયગમ્બર મુહમ્મદસલ્લલ્લાહો અલયહે વસલ્લમ સાહેબની પાક હસ્તી સામે અભદ્ર ટિપ્પણી કરેલ છે. એમના કાર્ટુન બનાવી પોસ્ટરો ફ્રાન્સ દેશમાં જાહેરમાં લગાડી આખા વિશ્વના મુસ્લિમોની લાગણી દુભાવવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવેલ છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એ જે પ્રકારની હરકત કરેલ છે.
આ આવેદનપત્ર પાઠવી દેશની સરકારને અપીલ કરીએ છીએ કે અમારા આ વિરોધ પ્રદર્શનને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તેના આ નિવેદન અને કૃત્ય બદલ જાહેરમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો સામે માફી માગે અને ફ્રાન્સમાં લગાડેલ પોસ્ટરરો તાત્કાલિક ધોરણે હટાવે એવી માંગણી કરવામાં આવી છે.
ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.
Advertisement