સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ મુકામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદના ઉમેદવાર દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી પદના ઉમેદવાર સતિષભાઈ પટેલનો વિજય સમર્થન કાર્યક્રમ યોજાયો હતો.
આગામી તારીખ 31 ઓક્ટોબરના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ગાંધીનગર મુકામે યોજાનાર હોઈ જેમાં પ્રમુખ માટે 2 ઉમેદવાર, મહામંત્રી માટે 2 ઉમેદવાર હોય સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ ઉમાં મંગલ હોલ મુકામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદના ઉમેદવાર દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી પદ ના ઉમેદવાર સતિષભાઈ પટેલનો વિજય સમર્થન કાર્યક્રમ સોશીયલ ડિસ્ટન્સ જાળવી, તેમજ માસ્ક પહેરીને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત બે મિનિટનું મૌન પાડી, ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થનાની કરવામાં આવી, ઉપસ્થિત મેહમાનોનું સ્વાગત પ્રવચન કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ પુષ્પગુચ્છ આપી ઉપસ્થિત મેહમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, નવસારી, જિલ્લા સંઘના પ્રમુખ, મંત્રી અને ડેલિગેટ હાજર રહી સમર્થન આપ્યું હતું, આમ 10 જેટલાં જિલ્લાઓનું જાહેરમાં સમર્થન જોતા વર્તમાન પ્રમુખ દિગ્વિજય સિંહ અને મહામંત્રી સતિષભાઈ પટેલની વિજય નિશ્ચિત લાગે છે એવુ જણાય રહ્યું છે એમ જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અરવિંદભાઇ ચૌધરીએ જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 10 જિલ્લાના પ્રમુખ, મંત્રી, અને ડેલિગેટને સમર્થનમાં ભેગા કરવા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે સફળ આયોજન કરેલ હતી તેમજ અન્ય સુવિધા કામરેજના પ્રમુખ અશ્વિન પટેલ, સિરાજભાઈ મુલતાનીએ તેમજ અન્ય હોદ્દેદારોએ પૂરી પાડી હતી.
સુરત : પ્રાથમિક શિક્ષણ સંધની ચૂંટણીને અનુલક્ષીને કામરેજ ખાતે વિજય સમર્થન કાર્યક્રમ યોજાયો.
Advertisement