કોરોના મહામારી બાદ ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં રાજય સરકારની ગાઈડલાઇન અનુસાર મલ્ટીપ્લેક્ષ અને સિનેમાઘરો ખુલ્યા છે પરંતુ કોરોનાનાં સતાવતા ભયનાં કારણે પ્રેક્ષકોની પાંખી હાજરી સિનેમાઘરોમાં જોવા મળી છે. પહેલા કરતાં લોકો મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મો જોવા માટે ઓછા જાય છે. છેલ્લા 10 દિવસથી સિનેમાઘરો ખૂલી ગયા છે પરંતુ કોરોનાનાં વધતાં સંક્રમણને કારણે પ્રેક્ષકોએ સિનેમાઘરોમાં જઇને ફિલ્મો જોવાનું ટાળ્યું છે. કોરોના કાળનાં પહેલાનાં સમયમાં મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થતાં ફિલ્મો નિહાળવા પ્રેક્ષકો જતાં હતા આજે કોરોના કાળ બાદ સિનેમાઘરમાં 50 % લોકો પણ ફિલ્મો જોવા આવતા નથી. સિનેમાઘરનાં માલિકોએ પ્રેક્ષકોની પાંખી હાજરીને ધ્યાનમાં રાખીને અમુક શો હાલ પૂરતા બંધ કર્યા છે. આ બાબતે મલ્ટીપ્લેક્ષનાં માલિકોમાં એવું ચર્ચાઇ છે કે છેલ્લા 6 મહિનાથી કોઈ શો મલ્ટીપ્લેક્ષમાં રજૂ થયા નથી અને હાલ સરકારની ગાઈડલાઇન અનુસાર મલ્ટીપ્લેક્ષને ખુલ્લા મૂકવામાં આવ્યા છે પરંતુ 50 % સીટો પણ ભરાતી નથી અને શો રીલીઝ કરવાનું ભાડું પણ મલ્ટીપ્લેક્ષનાં માલિકને પોષાતું નથી. આથી એક જ સ્ક્રીન પર શો રીલીઝ કરવામાં આવે છે. અહીં મહત્વની વાત તો એ છે કે પ્રેક્ષકોની ઓછી સંખ્યાએ એક શો ચલાવનારા માટે મહત્વનો મુદ્દો ગણી શકાય છે. કોરોના પહેલાનાં સમયમાં દરેક શો માં એક પણ સીટ ખાલી ન રહેતી અને આજે મલ્ટીપ્લેક્ષ ખૂલ્યા છે પરંતુ લોકો મલ્ટીપ્લેક્ષમાં મૂવી જોવાનાં બદલે પોતાના ઘરમાં હોમ થિયેટર અથવા નેટ પર ફિલ્મો જોતાં થયા છે આથી સિનેમાઘરોમાં પ્રેક્ષકો નથી જતાં. મલ્ટીપ્લેક્ષનાં માલિકોને પણ આવક વગરનાં ખર્ચને પહોંચી વળવું એ એક મોટો પડકાર સાબિત થયો છે ત્યારે ઘણા ખરા મલ્ટીપ્લેક્ષમાં દિવાળીનાં પર્વ બાદ નવી રીલીઝ થતી ફિલ્મોનાં સમયે શો ખુલ્લા મૂકવામાં આવશે. હાલના સમયમાં પ્રેક્ષકોની પાંખી હાજરીનાં કારણે સ્ક્રીન બંધ રાખવામા આવી છે તેવું ફિલ્મ રસિકોનાં મુખે હાલ ચર્ચાઇ રહ્યું છે.
મલ્ટીપ્લેક્ષમાં શા માટે રહે છે પ્રેક્ષકોની પાંખી હાજરી ? જાણો વધુ.
Advertisement