Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

Share

ભરૂચનાં કાસવા સમની ગામની સીમમાં અજગર હોવાની જાણ થતાં અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સીમ નજીકનાં વિસ્તારમાં અજગર આવ્યો હોવાની જાણ કાસવા સમની ગામનાં સરપંચને થઈ હતી આથી તેમણે તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કર્યો હતો. ભરૂચનાં કાસવા સમની ગામની સીમ નજીકમાં અજગર આવ્યો છે તેવી જાણ જયપાલસિંહે સરપંચને કરી હતી આથી સરપંચ દ્વારા જીવદયા ગૃપનાં કાર્યકરોનો તાત્કાલિક ધોરણે સંપર્ક સાધતાં જીવદયા ગૃપનાં કાર્યકરો પહોંચ્યા હતા. જીવદયા ગૃપનાં સભ્યોએ ભરૂચ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગને સાથે રાખી ભરૂચનાં કાસવા સમની ગામેથી સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. વનવિભાગનાં અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ સહી-સલામત રીતે અજગરનું રેસકયુ કરી આ અજગરને કુદરતી વાતાવરણમ છોડવાની કામગીરી કરાઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પુર- મુશળધાર મેઘવર્ષાને લઇને જનજીવન અસ્તવ્યસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર ના માલીખડકી વિસ્તારમાં જામી શેરી ગરબા ની રમઝટ, ખેલૈયાઓ માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!