ભરૂચ જિલ્લાના મુળ વતની અને રોજીરોટી અર્થે દક્ષિણ આફ્રિકા ખાતે વસવાટ કરતા લોકો પર વારંવાર હુમલા કરી તેમને લૂંટી લેવામાં આવે છે કેટલીકવાર આવા બનાવોમાં યુવાનોના મોત નિપજ્યા હોવાના પણ બનાવો બન્યા છે આ અંગે ભરૂચના સમાજ સેવક અબ્દુલ કામઠી દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યા છે તેમ છતાં પરિસ્થિતિમા ફરક પડેલ નથી.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં થયેલ હુમલા અને લૂંટના બનાવની વિગત જોતા ભરૂચ તાલુકાના પગુથણ ગામના મુળ વતની એવા ઇમરાન અબ્બાસ કાવીવાળા છેલ્લા આશરે 5 વર્ષથી દક્ષિણ આફ્રિકાના લેનેસિઆ ખાતે વસવાટ કરે છે તેમજ દુકાન ધરાવે છે. ઇમરાન દુકાનમાં હતા તયારે અચાનક ત્રણ નીગ્રો લૂંટારુઓ ગ્રાહકના વેશમાં આવી ચઢયા હતા જે પૈકી એક લૂંટારુએ ઇમરાનના માથાના ભાગે દેશી તમંચા વડે વાર કરી ઇજા પહોંચાડી હતી બાકીના બે નીગ્રો લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી અને પલાયન થઈ ગયા હતા. ઇમરાને ઇજા અંગે સારવાર લીધી હતી, આ બનાવના પગલે ભરૂચ જિલ્લામાં ચિંતા અને ભયની લાગણી ફેલાઈ ગઈ છે.
ભરૂચ જીલ્લાનાં યુવાન પર દક્ષિણ આફ્રિકામાં લૂંટનાં ઇરાદે હુમલો કરાયો.
Advertisement