ભરૂચ જીલ્લામાં સરકારી કર્મચારીઓ અને રેલ્વે, પોસ્ટખાતાના કર્મચારીઓને સરકારે ખૂબ મોટું બોનસ જાહેર કરેલ છે, જયારે અન્ય ખાનગી કંપનીઓ અને કામદારો હજી રાહ જોઈ રહ્યા છે દિપાવલી પર્વના આડે હવે માંડ 15 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભરૂચ જીલ્લામાં કામદારો અને કર્મચારીઓને બોનસ અંગે તલપાપડ કરાવી રહ્યા છે. એક રીતના કહીએ તો કર્મચારીની હાય લઈ દિવસો પસાર કરી રહ્યા છે કેટલીક કંપનીઓ કર્મચારીઓને કોરોનાનાં પગલે લોકડાઉન અને તેથી માર્કેટની પરિસ્થિતી તો કેટલીક કંપની મંદી અને મોંધવારીનાં કારણે ધંધામાં આવેલ ખોટનાં કારણે આગળ કરી બોનસ ચૂકવવા અંગે કર્મચારી અને કામદારો પાસે કાલાવાલા કરાવી રહ્યા છે. આ વર્ષે બોનસ ચૂકવાઈ એમ જ નથી એવી વાતો વહેતી કરી જેમ બને તેમ બોનસ ઓછું ચૂકવાઇ તે અંગે પેરવી કરી રહ્યા છે. સરકારી કાયદા પ્રમાણે લધુતમ એકમદિતતાનું બોનસ ચૂકવવું પડે પરંતુ તે અંગે ફેકટરી ઈન્સ્પેકટર પણ ભરૂચ જીલ્લામાં સક્રિય ન હોવાનું જણાય રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં કામદાર યુનિયન મેદાનમાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આંદોલન છેડાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.
ભરૂચ જીલ્લામાં હજી ઘણી કંપનીઓ અને સંસ્થાઓમાં બોનસ ન ચૂકવાતા કામદારોમાં રોષ.
Advertisement