ગુજરાત સરકાર દ્વારા દિવાળીનાં પર્વને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને દરેક જીલ્લામાં સતર્ક કરવામાં આવ્યું છે અને તમામ જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનોમાં સેમ્પલ લેવામાં આવે છે. આજે ભરૂચમાં લિંક રોડ પર એક ગ્રાહકની ફરિયાદ પરથી સ્વીટસ એન્ડ ફરસાણની એક દુકાનમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઇ ફરસાણનાં સેમ્પલિંગ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા લોકોના સ્વસ્થ્યને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સૂચના આપવામાં આવી છે કે રાજયનાં તમામ જીલ્લામાં મીઠાઇ ફરસાણનાં વિક્રેતાઓને તપાસની કામગીરી કરવામાં આવે અને તહેવારોને અનુલક્ષીને લોકોના સ્વાસ્થય ના બગડે તેની તકેદારી રાખવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભરૂચમાં લિંક રોડ પરની એક દુકાનમાં સ્વીટ એન્ડ ફરસાણનાં સેમ્પલિંગની કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચે કરી હતી.