નર્મદા જીલ્લાનાં કેવડીયા પોલીસ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પગલે ઘણા લોકોની અવાર-જવર રહેતી હોય છે ત્યારે મોટરસાયકલ જેવા વાહનોની ઉઠાંતરીનાં બનાવો વધી ગયા છે. આવો જ એક બનાવ કેવડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો જે અંગે નેત્રંગ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડયો હતો. આ અંગે વિગતે જોતાં નેત્રંગ ચાર રસ્તા ખાતે પોલીસ તંત્રનાં કર્મચારીઓ ચેકિંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ મોટર સાયકલ કે જેની નંબર પ્લેટ ન હતી તે મૌવી રોડ તરફથી આવતા તેની તપાસ કરતાં મોટર સાયકલ સવારે વ્યવસ્થિત જવાબ આપ્યા ન હતા તેથી તેની વધુ તપાસ કરતાં ઝડપાયેલ વ્યક્તિનું નામ રાજેશ ઉર્ફે રાજુ સુકલભાઇ મકનભાઇ વસાવા રહે. આંજોલી નવી વસાહત ફળિયું, નેત્રંગ જણાવ્યુ હતું. જયારે તેની પાસેની મોટર સાયકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી. આ અંગે કેવડીયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો. આરોપી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ હતો. આ કામગીરીમાં નેત્રંગનાં એન.જી. પંચાણી તથા તેના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભરૂચ : કેવડીયા પોલીસ સ્ટેશન ખાતેથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી નેત્રંગ પોલીસ.
Advertisement