અંકલેશ્વરથી ઝધડીયા તરફ જતાં રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પોલીસતંત્ર હપ્તા ઉધરાવવામાંથી ઊંચી આવતી નથી તેથી વારંવાર વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે. આજે તા. 28-10-2020 નાં રોજ મળસ્કાનાં સમયે ઝધડીયા પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગુમાનદેવ મંદિર પાસેથી પસાર થતાં પૂર ઝડપે આકરાથી એક ટ્રક જેવા વાહને 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવ્યું હતું, જેમાં 3 પૈકી 2 મહિલાઓનાં મોત સ્થળ પર થયા હતા. જયારે એક મહિલાનું મોત સારવાર દરમ્યાન નીપજયું હતું. વહેલી સવારે ઊચેડિયા ગામનાં પાટિયા પાસે 3 મહિલા સહિત કેટલાક ઇસમો અંકલેશ્વર તરફ જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ટ્રક પૂર ઝડપે આવતા ટ્રકે તારાબેન રમણભાઈ વસાવા, હસમુખ પટેલ અને ધરતી સોમાભાઇ પટેલ તમામ રહે. ઊચેડિયા તેમજ બુધાભાઈ સોમાભાઇ શનાને અડફેટે લઈ લીધા હતા જે પૈકી રેખાબેન અને ધરતીબેનનું ગંભીર ઇજાનાં પગલે સ્થળ પર મોત નીપજયું હતું. જયારે તારાબેન રમણભાઈ વસાવાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. જયારે ઇજાગ્રસ્ત બુધા શના વસાવાને સારવાર અપાઈ રહી છે. ફરાર થઈ ગયેલ ટ્રકનાં ડ્રાઈવરને પોલીસ શોધી રહી છે.
ભરૂચ : ઝધડીયા તાલુકાનાં ગુમાનદેવ પાસે ટ્રકે 3 મહિલાઓને અડફેટમાં લેતા મોત નીપજયું.
Advertisement