ભરૂચ જીલ્લામાં નવરાત્રિ બાદ ઠંડીના વાતાવરણએ ધીમે-ધીમે જમાવટ કરેલ છે. વહેલી સવારે ઠંડા પવનનાં સુસવાટા રહીશો અનુભવી રહ્યા છે. જેમ-જેમ દિવસ ચઢે તેમ-તેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. હાલ હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર લધુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધી ઉતારી ગયું છે. જોકે હજુ મહત્મ તાપમાન 34 કરતાં વધુ જણાય રહ્યું છે જેના પગલે દિવસે બે ઋતુનો અનુભવ ભરૂચ નગરનાં રહેવાસીઓ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોર બાદ ગરમીનું વાતાવરણ છવાઈ જતાં બેવડી ઋતુના પગલે ભરૂચ જીલ્લાનાં લોકોનાં આરોગ્ય અંગે વિવિધ સમસ્યા ઊભી થઈ છે. શરદી, ખાંસી, તાવ જેવા વાઇરલ ઇન્ફેકશનથી લોકો પીડાઈ રહ્યા છે. આવી પરિસ્થિતીમાં શરદી, ખાંસી થતાં લોકોને કોરોનાનો ભય લાગે છે. આ ભયનાં પગલે લોકો માનસિક રીતે વધુ ત્રાસ અનુભવી રહયા છે. જોકે આરોગ્ય ખાતા તરફથી એમ જણાઈ રહ્યું છે કે કોરોનાની પકડ ભરૂચ જીલ્લામાં ઓછી થતી જાય છે તેમ છતાં કોરોના ગમે ત્યારે ઊથલો મારે તેવી સંભાવના નકારી શકાતી નથી. આવી પરિસ્થિતિમાં માસ્ક, સેનિટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં ઘટતું જતું તાપમાન ઠંડીનાં સુસવાટાની શરૂઆત.
Advertisement