અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એમ જણાઈ રહ્યું છે કે પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે. કંપનીઓ વિના રોકટોક પ્રદુષિત પાણી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વિના છોડી રહ્યા છે જેના કારણે માછલાઓ અને વિવિધ જળચરોનાં મોત નિપજી રહ્યા છે. આ ઉપરાંત અંકલેશ્વર વિસ્તારનાં લોકોને પ્રદુષિત પાણીની સીધી અસર જણાતા તેમની ચામડી પર અનેક રોગ થઈ રહ્યા છે. GPCB દ્વારા આવા બનાવોનાં પ્રસંગે તપાસ થાય છે, સેમ્પલ લેવાય છે, કંપનીઓને નોટિસો ફટકારાય છે તે સાથે મળતી અતિ ચોંકાવનારી વિગતો મુજબ GPCB નાં કેટલાક અમલદારો એમ પણ કહી રહ્યા છે કે આ તો માત્ર ફોર્માલિટી ખાતર કરવું પડે તેમ છે, પ્રદુષિત પાણીને છોડવા માટેની ગાઈડલાઇન તદ્દન વિસરાઈ ગઈ છે આવા સમયે ઓસ્કાર હોટલ પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતી ખાડીમાં કોઇ કે લાલ કલરનું કેમિકલ યુકત પાણી છોડયું હતું અજાણ્યા ઇસમો દ્વારા આવું કૃત્ય પહેલીવાર થયું નથી પરંતુ વારંવાર કંપનીઓ દ્વારા અને અજાણ્યા ઇસમો દ્વારા આવું પ્રદુષિત પાણી ખાડીમાં કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર છોડી દેવાતું હોય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રદુષિત પાણી અંગે સરકારની ગાઈડલાઇન અને સરકારી કાયદાનો અમલ કેમ થતો નથી ? આ પ્રશ્ન હવે સામાન્ય નાગરિકોમાં ચર્ચાઇ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે પ્રદુષિત પાણીના પગલે હજારો માછલાંઓનાં મોત નિપજ્યાં તેમજ પશુઓનાં પણ મોત નીપજયાં હોવાના બનાવો બન્યા હતા અને માનવીઓની ચામડિઓ પર પણ આવા પાણીની ખૂબ વિપરીત અસર થવાનું ચમડીના તબીબો જણાવી રહ્યા છે તે સાથે ખાડીની આજુબાજુનાં વિસ્તારમાં જયારે બોર કરવામાં આવે અથવા તો હેન્ડપંપ સેટ કરવામાં આવે તેવા સમયે નિકળતું કલરિંગ પાણીએ કેમિકલ માફિયાઓ દ્વારા જીપીસીબીને અપાતી એક ચેલેન્જ કે પડકાર ગણી શકાય આરોગ્ય સાથે તથા આવા ચેડાંના પગલે લોકોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે.
અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા…
Advertisement