વાપી જેવા વિસ્તારોમાં જ્યાં ખેરનાં લાકડાનાં જંગલ આવેલ છે ત્યાંથી દિલ્હી સુધી ખેરનાં લાકડાની હેરાફેરી કરવામાં આવે છે. આવા જ એક ખેરનાં લાકડા ભરેલ ટ્રક સાથે એક ઇસમને ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ હતો. આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ટીમનાં માણસો દ્વ્રારા અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાંથી મળેલ બાતમીનાં આધારે ખેર ભરેલ લાકડાની ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. રાજપીપળા ચોકડી બ્રિજ અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસરનાં ખેરનાં લાકડા ભરેલ ટ્રક સાથે એક આરોપી રામવિનય રામલક્ષ્મણ વર્મા રહે. બલરામપુર, ઉત્તરપ્રદેશને ઝડપી પાડયો હતો.
આ બનાવમાં ખેરનાં લાકડા અને ટ્રક મળી રૂ. 10 લાખ કરતાં વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ બનાવ અંગે એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ.બરંડા, વાય.જી.ગઢવી તેમજ તેમની ટીમે કામગીરી કરી હતી.