સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટફાટ અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલા સહિતના જુથ અથડામણના બનાવો બનવા પામ્યા છે જયારે ગુનગારોને પોલીસનો કે કાયદાનો ડર ના હોય તેવી ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલા રતનપર બાયપાસ રોડ ઉપર બે જુથ વચ્ચે જુના ઝઘડા નું મનદુઃખ રાખી બે જુથ વચ્ચે ઝઘડો થયાની આશંકા સેવાઈ રહી છે આ બે જુથ વચ્ચે થયેલા ઝઘડામાં જુની અદાવતના કારણે મિયાણા સમાજના બે જુથ વચ્ચે જુથ અથડામણ થઇ હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાય રહયુ છે આ હુમલામાં મિયાણા સમાજના એક યુવાન ઉપર તલવાર વડે હુમલો થયો હતો આ હુમલામાં તિક્ષ્ણ હથિયાર વડે યુવાનનો હાથ કપાય જતા આ ઈજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ જુથ અથડામણમાં અન્ય લોકોને ગંભિર ઈજા થઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે આ બનાવની જાણ જોરાવરનગર પોલિસ મથકમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર