Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

Share

*એસ.પી, ડીવાયએસપી, પી.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી આધુનિક હથિયારોનું પૂજન કર્યું.

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે ડીએસપી ઓફિસ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા ની ઉપસ્થિતિમાં ડીવાયએસપી દોશી, પી.કે.પટેલ, એસ.જે.પવાર, એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ, એસ.ઓ.જી. પી.આઇ. બી.એમ.રાણા, પી.આઇ. રાવલ તેમજ પીએસઆઇ જાડેજા,પરમાર તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં લોક રક્ષણ માટે વપરાતા હથિયારોનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ માં વપરાતા અતિઆધુનિક હથિયારોને કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર


Share

Related posts

ઝઘડીયાનાં ત્રણ રસ્તા પર પેપર વાંચતા ઇસમનાં ખિસ્સામાંથી રૂ.દસ હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

નર્મદા ભાજપા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા 10 મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!