સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના આમખુટા ગામે અત્યાર સુધી માં દીપડો દીપડો કોઈ કોઈ વખત જોવામાં આવતો હતો. પરંતુ કેટલાક સમય થી દીપડા ના ત્રાસ વધવા લાગ્યા છે. હવે આમખુટા ગામની સાથે સાથે વેરાકુઈ ગામે પણ દીપડાનો ત્રાસ વધવા લાગ્યો છે. આ બન્ને ગામોમાંથી હાલ અત્યાર સુધી કુતરાઓ ને ઉંચકી જતો હતો. પરંતુ હાલ સુરત જીલ્લા ના આમખુટા ગામેથી ગતરાત્રી દરમિયાન મંજીભાઈ મગનભાઈ ગામીત ના ઘરે બકરી ઉપર હુમલો કર્યો હતો. અને બકરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરના સભ્યો જાગી ગયા હોવાથી દીપડાનાં સીકંજા માથી છોડાવી લેવામાં આવ્યું હતું. પરંતુ બકરીને બચાવી શક્યા ન હતા અને બકરીનું મુત્યુ થયું હતું. જેનાં કારણે હવે ગામડાઓમાં હવે દિપડાનો ભય સવાઈ રહ્યો છે. પહેલા કોઈ કોઈ વાર આ દિપડાઓ જોવામાં આવતા હતા. ત્યાર બાદ ગામો માંથી કુતરાઓને શીકાર બનાવીને ઉંચકી જવા લાગ્યો અને હવે પશુઓ ઉપર ઉમલો કરીને ઉંચકી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાલે ઉઠીને એવો બનાવ બનશે કે મધરકુઈ ગામે અને બોરીગાળા ગામે લોકોની ઉપર શિકાર કર્યો તેમજ શિકાર કરવાનો પ્રયાસ કર્યો તેવી જ રીતે આ વિસ્તારમાં પણ બનાવ બને તે પહેલા વનવિભાગ દ્રારા આ દિપડાઓને તાત્કાલિક ધોરણે પકડવાનો પ્રયત્ન કરી અને પક્ડીને દુર જંગલમાં છોડવાની તજવીજ કરવામાં આવે તેવું લોકોનું કહેવું છે જે આ વિસ્તારોમાં દિપડાનો માહોલ વધી રહ્યો છે. જેને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે વનવિભાગે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ
માંગરોળ તાલુકાના આમખુટા ગામે દીપડાનો ત્રાસ વધવા લાગ્યો.
Advertisement