આજે દશેરા પર્વ ના રવિવારે જોલવા ખાતે રવિવારી બજાર મા જતા અંકલેશ્વર ના વેપારીઓ કે જેઓ ટેમ્પામા જતા હતા. તેમના ટેમ્પાને ટ્ર્ક સાથે અકસ્માત સર્જાતા ટેમ્પો પલટી ખાતા બે વેપારીઓનું સ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા. જયારે ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ભરૂચ દહેજ માર્ગ ખાતે આવેલ જોલવા ગામમાં દર રવિવારે બજાર ભરાય છે રવિવારી બજાર મા વહેલી સવાર થી મોડી સાંજ સુધી હજારો માણસો ખરીદી કરવા આવતા હોય છે. દહેજ અને આજુબાજુના વિસ્તાર માં વસતા હજારો કામદારો જોલવાના રવિવારી બજાર માંથી ખરીદી કરતા હોય. આ બજાર મા વેપારીઓ પણ દુર-દુર થી વિવિધ વાહનો દ્વારા આવતા હોય છે. ત્યારે અંકલેશ્વર ના કેટલાક વેપારીઓ ટેમ્પા મા માલસામાન લઇ જોલવા આવી રહ્યા હતા.
ભરૂચ દહેજ રોડ પર ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલ્ટી જતા ટેમ્પા માં સવાર ૨ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથક ખાતે સિરાજખાન આલમખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર છોટાહાથી ટેમ્પા મા તેઓ અને અન્ય કેટલાક વેપારીઓ જોલવા રવિવારી બજારમાં વેપાર કરવા માલ સામાન ભરી સવારે 8 વાગ્યાંના અરસામાં નીકળ્યા હતા. છોટા હાથી ટેમ્પો આશરે 9 વાગ્યાં ના અરસા માં દશાન ગામ ના પાટિયા પાસેથી પસાર થતો હતો. ત્યારે પાછળ થી પુર ઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા છોટાહાથી ટેમ્પો પલ્ટી ખાઈ જતા બે વેપારી સુંદરમ પાડે અને મહાબુદખાન નું ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત નિપજ્યા હતા. મોત પામેલ વેપારીઓની ઉંમર આશરે 20 વર્ષની હોવાનું જાણવા મળેલ છે. જ્યારે 4 વ્યક્તિઓ ને ઇજા પહોંચી હતી. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. આ બનાવની જાણ થતાંજ દહેજ પોલીસ ના પી.આઈ એ.સી.ગોહિલ તેમજ પી.એસ.આઇ રાજપૂત ભરૂચ ગ્રામ્ય પોલીસના મુળજીભાઈ ઘટના સ્થળ પર પહોંચી જઈ કાયદેસર ની કાર્યવાહી કરી હતી. મૃતકો ના પોસ્ટ મોર્ટમ અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ ગ્રામ્ય પોલીસ બનાવની તપાસ કરી રહી છે.
દશેરાના પર્વના દિવસે દહેજ ના રસ્તા પર કરુણ અકસ્માત, ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલ્ટીખાતા અકસ્માત સર્જાતા ૨ વ્યક્તિના કરુણ મોત જયારે ૩ વ્યક્તિઓને ગંભીર ઇજા.
Advertisement