માતાજી નાઅને વન દેવતાં ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ ઉમટી પડ્યા. વન વિભાગ દ્વારા સ્ક્રીનિંગ ની કામગીરી હાથ ધરવા માં આવી હતી. દર્શન માટે આવતા શ્રદ્ધાળુ નુ સ્ક્રીનિંગ કરી પ્રવેશ અપાયો હતો. માસ્ક ફરજીયાત પહેરી ને પ્રવેશ અપાયો હતો. વાંકલ, માંગરોળ તાલુકાના સણધરા ગામે આવેલ બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે પ્રતિવર્ષ દશેરા પર્વના દિવસે ભરાતો મેળો ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર દેવી-દેવતાના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વન પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના સણધરા, ઓગણીસા અને રટોટી ગામની વચ્ચે આવેલ ઐતિહાસિક બણભા ડુંગર ને રાજ્ય સરકારે રૂ. પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવેલ છે ઉપરોકત સ્થળે દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેથી વર્ષોની પરંપરા મુજબ માંગરોળ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લામાંથી પ્રતિવર્ષ દશેરાના તહેવારના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને દેવી-દેવતાઓના દર્શન કરી મેળાની મજા માણે છે સાથે કુદરતી સૌંદર્યથી ભરપુર પ્રવાસન કેન્દ્ર નો લાભ લોકો લેતા હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે બણભા ડુંગરે ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે જેથી વેપારીઓને ઉપરોક્ત સ્થળ પર દુકાનો લગાવવા પર પ્રતિબંધ મુકયો હતો. વનવિભાગ દ્વારા દર્શનાર્થીઓને માસ્ક પહેરીને આવવા તેમજ સામાજિક અંતર જાળવા સાથે સરકાર ના નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવા ની સૂચનાઓ નો અમલ કરાવ્યો હતો. માંગરોળ ના પોલીસ સબ ઇન્સ્પેકટર પરેશ કુમાર નાયી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ