Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડીયા બંધના એલાન નો વિરોધ: કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Share

કેવડિયા સરપંચ ભીખાભાઇ તડવી,ઉપસરપંચ રણજિત તડવીએ કેવડિયા બંધ ના એલાન વિરુદ્ધ જિલ્લા કલેકટર, નર્મદા ડી.એ.શાહ ને આવેદનપત્ર પાઠવ્યું. કેવડીયા વિરતાર માં તા.૩0 અને ૩૧ મી ઓકટોમ્બરે કોઈ બહારની વ્યકિતઓ દ્વારા બંધનું એલાન આપેલ છે. જેનો કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકો એ વિરોધ કરી નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ કેવડીયા કોલોની, ભુમલીયા, કોઠી ગભાણા,ભુતીયાદરા વિગેરે ગામોના નાગરીકો સાથે ચર્ચા બાદ નિર્ણય કરેલ છે કે આ બંધના એલાનનો અમેં સખત વિરોધ કરીએ છીએ.હાલમાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય ખેતી ઉત્પાદનનું વેચાણ ક૨વા કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ખુબ અગવડ પડે તેમ છે.જેથી બંધનુ એલાન ન હોવું જોઈએ. ખાસ કરીને કેવડીયા વિસ્તારના અનેક પ્રશ્નો સ૨કાર સાથે અવાર નવાર રજુઆતો ક૨તા આવ્યા છીએ અને હાલમાં પણ પંચાયત વિસ્તારના ના આગેવાનો તથા આ વિસ્તારના સામાજીક આગેવા નો સાથે સરકાર સાથે વાટાઘાટો માટે અનેક મિટીંગો ચાલુ છે. જેથી અમને વિશ્વાસ છે કે સરકાર આવા ઉપરિંથત પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવશે.કેવડીયા વિસ્તારના ભવિષ્યમાં થનાર વિકાસ સંદર્ભે પણ જયારે જયારે જરૂર પડે અમો લોકોની વચ્ચે જઈને ગુંચને કાઢવાનો તથા પંચાયત ના સભ્યો ખડે પગે પ્રજા અને ગામના નાગરીકો સાથે ૨હયા છીએ.આ વિસ્તારમાં સંઘર્ષનું વાતવર બન્યુ ૨હે અને તેનો રાજકીય ખાટ કાઢવા માટે કેટલાક લોકો અમારા વિસ્તારમાં આવી બીન જરૂરી જુઠાણા ફેલાવી પ્રજામાં ગેરમાર્ગે દોરવા અને અસંતોષ ફેલાવવા જે પ્રયત્નો અનેક સંગઠનો મા૨ફતે કરવામાં આવે છે.જેને અમો સખત શબ્દોમાં વખોડી કાડીએ છીએ.અમારા વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિના માર્ગ ખુલવાના છે ત્યારે આવા અસામાજીક તત્વો આવી હરકતો કરી અમારા વિસ્તારને કઈ દિશામાં લઈ જવા માગે છે તે સમજાતુ નથી. અમારા વિસ્તા૨ ને બદનામ કરી વિસ્તારને અધોગતિ ત૨ફ જતા રોકવા કાયદા કાનુનની દ્રષ્ટિ એ યોગ્ય કાર્યવાહી કરવા મારી અને ગ્રમજનોની વિનંતિ છે .તેમ આ આવેદન માં જણાવવા માં આવ્યું હતું.

આરીફ જી કુરેશી:- રાજપીપળા

Advertisement

Share

Related posts

ઝઘડીયાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવા બાબતે પિતરાઇ ભાઇઓ બાખડયા.

ProudOfGujarat

સુરત : શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણામાં વચનામૃત જયંતીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!