તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમા આગના બનાવો બન્યા હતા. તેથી ભરૂચ નગર પાલિકા દ્વારા સેફ્ટી સિસ્ટિમનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે થયેલ આગજનીના બનાવ બાદ ભરૂચ નગર પાલિકા તત્ર હવે ફાયર સિસ્ટમ અંગે વધુ ચોકસાઈ રાખી રહી છે. નગરપાલિકા દ્વારા નગરની હાલ માં કેટલીક મોટી ઇમારતોની ફાયર સેફટી સાધનો અને સુવિધા અંગે સઘન તપાસ કરવામાં આવી હતી. ભરૂચ નગર પાલિકા ની ટીમ આ અંગે ચેકિંગ કરી રહી હતી. આવનાર દિવસોમાં પણ ફાયર સેફટી અંગેનું આ મુજબનું ચેકીંગ ચાલતું રહેશે. એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઇમારતો માં કરાયેલ આ ચેકિંગ માં ફાયર સિસ્ટમ કાર્યરત છે કે કેમ આ ઉપરાંત ફાયર સેફટી અંગે નું પ્રમાણ પત્ર મેળવેલ છે કે કેમ તે તમામ બાબતો ને ધ્યાન માં રાખવામાં આવી હતી. હાલમાં જે 13 ઇમારતો ને નોટિસ આપવામાં આવી છે. તેઓ એ નગરપાલિકા નું ફાયર અંગેનું સેફ્ટી માટેનું પ્રમાણ પત્ર મેળવેલ ન હોવાથી તેમને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઇમારતો ના કર્તાહર્તા દ્વારા ફાયર સેફટી અંગેનું પ્રમાણ પત્ર મેળવેલ ન હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી જેતે મિલ્કત ના માલિકની રહેશે. હાલ જે 13 ઇમારતો ને નોટિસ આપવામાં આવી છે તેમાં
1.હિલીગ ટચ હોસ્પિટલ
2.હોટલ ક્લાસિક રેજન્સી
3.કોહિનૂર હોટલ.
4.આરાધના હોટલ
5.કિંગડમ એપાર્ટમેન્ટ
6.અનુપમ હોટલ
7હિન્દ ટ્રેડર્સ
8.જે. કે. જવેલર્સ
9.એપલ ઈન હોટલ
10.રોટરી ક્લબ
11.રુંગટા વિદ્યાલય
12.એમ પટેલ પેટ્રોલ પમ્પ
13.પ્રકૃતિ મેડિકલ સેન્ટરનૉ સમાવેશ થાય છે.
ભરૂચ નગરની મિલ્કતો ને ફાયર સેફટી અંગે નોટિસ ફટકારાઇ…હજી પણ ઘણી મિલ્કતોની સેફ્ટી અંગે તપાસ થશે જાણો વધુ…
Advertisement