જંબુસર બાયપાસ ચોકડી પાસે કન્ટેનર ફસાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જંબુસર પાસે એક કન્ટેનર રેલ્વે ફાટક પાસે ફસાઈ જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને થોડા સમય માટે થંભી જવું પડયું હતું.
જંબુસર બાયપાસ ચોકડી પાસે રેલ્વેનાં ફાટક પાસેથી એક કન્ટેનર પસાર થઇ રહ્યું હતું તે સમયે આ કન્ટેનર ફાટક અને રોડની બંને બાજુઓ પર મૂકવામાં આવેલા રેલિંગમાં ફસાઈ ગયું હતું. કન્ટેનર રેલિંગમાં ફસાઈ જતાં થોડા સમય માટે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ભારે જહેમત બાદ આ કન્ટેનર ત્યાંથી બહાર નિકળ્યું હતું. કન્ટેનર રેલિંગમાં ફસાઈ જતાં આસપાસનાં વિસ્તારમાં રહેલા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ કન્ટેનર જયાં સુધી બહાર ન જાય ત્યાં સુધી રાહદારીઓને પણ રાહ જોવી પડી હતી. કન્ટેનર અહીંથી નીકળ્યા બાદ રેલ્વેની રેલિંગને ભારે નુકસાન થયું હતું. અને રેલિંગ આખી જમીનમાંથી બહાર નીકળી ગઈ હતી.
અહીં નોંધનીય છે ભરૂચનાં અમુક વિસ્તારો ભારે વાહનોનું ત્યાંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે. અત્યંત વજનદાર કન્ટેનર જંબુસર રોડ પરથી પસાર થતાં રેલ્વેની રેલિંગમાં ફસાયુ હતું અને રેલિંગને ભારે નુકસાન થયું હતું. એકતરફ ભાજપ સરકાર દ્વારા શહેરને આકર્ષક બાનવવા માટે બ્રિજ સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યારે નોંધવું રહ્યું કે જંબુસર વિસ્તારમાંથી કન્ટેનરનું પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું તો ભાજપની સરકારનો આ તે કેવો વિકાસ છે ?
ભરૂચ : જંબુસર બાયપાસ ચોકડી પાસે કન્ટેનર ફસાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ.
Advertisement