કુદરત પણ અવનવા રંગ બદલે છે જયા હાલના દિવસોમાં 24 કલાકમાં કયારે ઠંડી તો કયારે ગરમી અને વાદળછાયું વાતાવરણ છવાય જાય છે તો કેટલીકવાર આકાશમાં મેધધનુષ્ય દેખાય છે. હાલનાં દિવસોની વાત કરી એ તો ચોમાસાની ઋતુ પૂર્ણ થવા આવી છે અને શિયાળાની ઋતુ શરૂ થવા આવી છે ત્યારે વાતાવરણ અને તાપમનમાં વધઘટ થઈ રહી છે ત્યારે વહેલી સવારે ધુમ્મસનાં દ્રશ્યો પણ છવાઈ રહ્યા છે. આવી જ બાબત આજે તા.23/10/2020 નાં રોજ બની હતી, જયારે આજે મળસ્કેનાં સમયે લગભગ અડધું ભરૂચ ધુમ્મસની ચાદરમાં લપેટાઇ ગયું હતું પરંતુ વિજીબ્લીટીનાં કારણે વાહન ચાલકોએ તેમનાં વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી તે સાથે જેમ જેમ દિવસ ઊગતો ગયો તેમ તાપમાન વધતાં ધુમ્મસનું વાતાવરણ ઓછું થતું ગયું તેમ છતાં આજરોજ સૂર્યનારાયણ દેવનાં કિરણોને ધુમ્મસનાં આવરણનો સામનો કરવો પડયો હતો.
Advertisement