Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

Share

ભરૂચ પંથકમાં કોરોના મહામારી હોવા છતાં નવરાત્રિ મહોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. ફર્ક માત્ર એટલો જ છે કે વિતેલા વર્ષોમાં નવરાત્રિ મહોત્સ્વ સામૂહિક રીતે અને મોટા બજેટ સાથે ઉજવાતા હતા પરંતુ આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ જાહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યા નથી પરંતુ એનો અર્થ એ નથી કે ભકતજનો માતાજીની ભક્તિ નથી કરતાં ભકતો પોતાના નિવાસસ્થાને ભક્તિ ખરા અર્થમાં કરી રહ્યા છે. જેમ કે તા. 24/10/2020 નાં રોજ આઠમ પર્વ નિમિત્તે ભરૂચ પંથકમાં ચુંદડી તેમજ માતાજીનાં અન્ય શણગારની ખરીદીમાં ખૂબ તેજી જણાઈ રહી છે.

વેપારીઓનાં જણાવ્યા મુજબ દર વર્ષ કરતાં આ વર્ષે ચુંદડી તેમજ અન્ય શણગારનો ભાવ વધ્યો હોવા છતાં ભક્તજનો ખૂબ જ હોશભેર માતાજીની ભક્તિ માટે ચુંદડી અને અન્ય શણગારની ખરીદી કરી રહ્યા છે. જોકે વેપારીઓનાં જણાવ્યા મુજબ વિતેલા વર્ષો કરતાં આ વર્ષે આભલા ભરેલ ચૂંદડીઓ ઓછી વેચાઈ છે પરંતુ તેનું માત્ર એ કારણ છે કે વિતેલા વર્ષોમાં સામુહિક નવરાત્ર ઉજવાતા હતા પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં પગલે લોકો પોતાના નિવાસ્થાને જ નવરાત્રિ ઉજવી રહ્યા હોવાના પગલે વેપારીઓને ભલે મંદી લાગે પરંતુ માતાજીની ચુંદડી અને શણગારમાં તેજી જણાય રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ખેડા : સોશિયલ મીડિયામાં જુના નોટ અને સિક્કા બદલવાની જાહેરાત જોઈ પૈસા મેળવવા જતા વૃદ્ધે પૈસા ગુમાવ્યા

ProudOfGujarat

BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ફાયરીંગ પોઝિશન્સ તબાહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!