Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે ખરું..?

Share

રજવાડી નગરી રાજપીપળામાં રાજવી શાસનના સમયે લોકોના ઉપયોગ માટે બાંધવામાં આવેલી ઈમારતો, સ્થાપત્યો સરકારી ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે.  રાજપીપળા શહેરની ફરતે વીંટળાઈને વહેતી કરજણ નદીના દક્ષિણ કીનારે આવેલો લોકભાષા ઓવારો કહેવાતો આ સ્થળની ભૌગોલિક રચનાને કારણે સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ અને ફીલ્મોનુ શુટિંગ કરતા લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. કદાચ હજારથી વધુ ફીલ્મના દ્રશ્યોનુ શુટિંગ અહીયાં થયું હશે એમ કહીએ તો નવાઈ નહીં. 100 થી વધુ પગથિયાં ધરાવતો આ ઓવારો એના મજબુત બાંધકામને કારણે લગભગ 100 વર્ષ જેટલાં સમયથી કરજણ નદીના ધસમસતાં પાણીના પ્રવાહને વેઠવા છતાં અડીખમ રહ્યો છે. કરજણ નદીના કુદરતી પ્રવાહને બદલવાની કુચેષ્ટાને કારણે ઓવારાના પુર્વ ભાગ ઉપર ચોમાસાના પુરના પાણીનો માર પડવાથી છેલ્લા 10 વર્ષમા કીનારાના ધોવાણ સહીત ઓવારાના ડાબી તરફનો ભાગ તુટીને ધરાશાયી થઈ જતાં મોટાં નુકશાનની શરૂઆત થઈ ચુકી છે, પરંતું સ્થાનિક તંત્ર પાસે એની સમિક્ષા કરવાની નવરાશ જરા પણ નથી એમ જણાય છે.

આ ઓવારા ઉપર ફરવા અને સાંજે બેસવા આવતા લોકોની વાત કરીએ તો દરેક વય જુથના લોકોની સંખ્યા સમાન હોય છે, નાંના બાળકો, યુવાનો, મહીલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝનો સહીત તમામ લોકોનુ પ્રિય અને નવરાશના સમયે હળવાશ માણવાનું આ સ્થળ છે, પણ તંત્રને એનાથી કોઈ નિસ્બત ના હોય તે સમજી શકાય તેમ છે.

Advertisement

તંત્રની ઉદાસિનતાની સાથે સાથે એક વાત એ પણ જોડી લઈએ રાજપીપળાના નગરજનોમાંથી કોઈ પણ જાગૃકતા બતાવી આ મુદ્દે કલેકટર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સવાલ પુછવાની કે જવાબ માંગવાની તસ્દી નથી લેતાં જેના કારણે તંત્રને આવા કામો કરવામાં રસ નથી, કારણ કે પ્રજા પોતે જ નિષ્ક્રીય જણાય છે. ત્યારે હવે પ્રજાએ જાગૃત થઈ આ માટે જરૂરી રજુઆત કરવી પડશે નહિ તો આવનારી આપણી પેઢી માટે કદાચ આ ઓવરો ભૂતકાળ બની જશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ સંકુલોને વ્યવસાયવેરો ભરવા અંગે તાકીદ કરવામાં આવી છે.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર એસ.ટી બસની અડફેટે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat

નર્મદાના નોંધારાનો આધાર સહીત નેશનલ એવોર્ડ ગણાતા પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ-21 માટે નોમિનેટ થયેલા ચાર પૈકી ત્રણ પ્રોજેક્ટ સેમી ફાઇનલથી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!