ગોધરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સેનીટાઇઝની કામગીરી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીને પગલે કોરોનાનાં સંક્રમણને ઘટાડવા માટે શરૂઆતમાં કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાની કામગીરી કરી હતી પરંતુ પાલિકા દ્વારા અચાનક સેનીટાઇઝ કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં આજુબાજુના વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશો કોરોનાના ભયના કારણે અસલામતી અનુભવી રહ્યા છે. ગોધરા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે સમયાંતરે વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સેનેટાઇઝની કામગીરી કરવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલમાં પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકી વાસમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સેનેટાઇઝ દવાઓનો છંટકાવ સાફસફાઈ કરવામાં આવે તે માટે સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી