પ્લેન લેન્ડિંગ માટેની એર સ્ટ્રીપનું ખાતમુહુર્ત કરશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે આ તકે તંત્રની એર સ્ટ્રીપને સજ્જ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા એર સ્ટ્રીપ તૈયાર કરવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા કેવડીયા આવી રહેલાં વડાપ્રધાન રાજપીપળાની મુલાકાત લઈ પ્રસ્તાવિત એર સ્ટ્રીપનું ખાતમુહુર્ત કરી શકે તેવી શક્યતાઓ વચ્ચે આજે રાજપીપળાનાં એરોડ્રામ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 300 ચોરસ મીટર જેટલી જમીનમાંથી ઝાડી ઝાંખરાઓને ચાર જે.સી.બી મશીનો કામે લગાડી સાફ સફાઈ આદરવામાં આવી હતી.
આ તકે માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓએ ” નરોવા- કુંજરોવા” ની નીતિ અપનાવી હતી. કોઈ પણ અધિકારી દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમની સૂચિ આપવામાં આવી નથી પરંતુ વડાપ્રધાન રાજપીપળાની મુલાકાત લેવાના હોય તેવા સંકેતો અહીં દેખાઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રસ્તાવિત એર સ્ટ્રીપની જમીન ઉપર આવેલા વૃક્ષોને કાપી નાંખવામાં માટે ઓનલાઈન ટેન્ડરો પણ બહાર પાડી રસ ધરાવતી એજન્સીઓ પાસે તાત્કાલીક ભાવપત્રકો મંગાવાયા છે, જે વડાપ્રધાનની રાજપીપળા આવવાની શક્યતાઓને વેગ આપે છે. સંલગ્ન અધિકારીઓને આ બાબતે પુછતાં તેઓ વડાપ્રધાનનાં રાજપીપળાનાં કાર્યક્રમ બાબતે હજી સુધી કોઈ નક્કર માહિતી હોવાનુ ઈન્કાર કરી રહ્યાં છે. પરંતુ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનની મુલાકાત હોય તે જગ્યાએ ત્રણ હેલીપેડ બનાવવામાં આવતાં હોય છે. જે રાજપીપળાનાં એરોડ્રામ નર્સરી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યાં છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી