નર્મદાના દેડીયાપાડા તાલુકાનાં સાકવા ગામના હંસાબેન એસ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ પર કોલ કર્યો હતો અને કોલ સેન્ટરથી દેડિયાપાડા 108 એમ્બુઅલન્સ પર કોલ ડાઇવર્ટ થતા જ પાયલોટ રસિકભાઈ વસાવા અને ઈ.એમ.ટી વર્ષાબેન તડવીને એમ્બ્યુલન્સમાં લઇ તરત જ સાકવા ગામ જવા રવાના થયાં, સાકવા ગામમાં દર્દીના ઘરે પહોંચી ઈ.એમ.ટી વર્ષાબેન તડવીએ દર્દીને ચેક કરી 108 માં ખસેડયા ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા જવા રવાના થયાં જ્યાં રસ્તામાં ઈ.એમ.ટી વર્ષાબેને દર્દીને ફરી ચેક કરતા તેમને લાગ્યું કે પ્રસુતિનો સમય આવી ગયો છે માટે તેમણે એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રખાવી પ્રસુતિ કરાવવા માટેની 108 એમ્બ્યુલન્સની ડિલિવરી કીટ કાઢી આવનાર નવજાત બાળકની સલામતી માટે પગલાં લઈ બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હતી જે ઈ.એમ.ટી એ તેમની સૂજબૂજથી નાળ કાઢી તેમજ નાળ કાપી બાળકને સારવાર આપી ઈ.એમ.ટી એ વધુ સારવાર માટે કોલ સેન્ટરમાં બેઠેલા ફિજિશિયન ડો.રામાણીની સલાહ મુજબ સારવાર કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે માતા અને બાળકને દાખલ કરાયા જ્યાં બંને સ્વસ્થ છે. દર્દીના સગાઓએ 108 એમ્બ્યુલની સેવાને બિરદાવી તેમજ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજપીપળા : આરીફ જી કુરેશી