કામરેજ તાલુકાના સી.આર.સી, કેન્દ્ર શિક્ષકોની પ્રેરક માર્ગદર્શન તાલીમ ટીચર્સ સોસાયટી કામરેજ મુકામે રાખવામાં આવેલ હતી. આ મિટિંગ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને રાખવામાં આવી હતી. મિટિંગમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો. દિપક આર. દરજી, સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મેહમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતુ. ર્ડો. દિપક આર. દરજીએ પોતાના પ્રવચનમાં જણાવેલ હતુ કે દરેક શિક્ષકોએ ઉપરવાળાને ઓળખીને શિક્ષણ કાર્ય કરવા ખાસ અનુરોધ કરેલ હતો, સ્પર્ધાત્મક યુગમાં ખાનગી શાળાના બાળકો સરકારી શાળામાં પરત ફરે તેવું શિક્ષણ કાર્ય કરવા જણાવેલ હતુ, ઓનલાઇન શિક્ષણ કાર્યનું સઘન મોનીટરીંગ કરી શિક્ષણની જ્યોત જલતી રાખવા સૂચન કરેલ હતુ, જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી, ઉચ્ચતર પગાર અને સળંગ નોકરીના કેસોનો સ્થળ ઉપર 125 કેસોનો નિકાલ કેમ્પ દ્વારા કરી મહદઅંશે વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું. આ મિટિંગમાં કિરીટભાઈ પટેલ, હિસાબી અધિકારી ચૌધરી સાહેબ, શિક્ષણ શાખા સુરત વિનુભાઈ, ધર્મેશભાઈ, કામરેજ તાલુકા સંઘ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી સિરાજભાઈ મુલતાની, મોહનસિંહ ખેર, ટી.પી.ઈ.ઓ મનીષભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
સુરત : કામરેજ તાલુકાનાં સી.આર.સી, કેન્દ્ર શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન મિટિંગ યોજાઈ.
Advertisement