આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે લોકોને જાહેરમાં સાતમી વખત સંબોધન કર્યું હતું. આ જાહેર સંબોધનમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરતાં જણાવ્યુ હતું કે “દેશમાંથી લોકડાઉન ગયું છે કોરોના નહીં ” આજે વડાપ્રધાનના આ સંબોધનમાં તહેવારોના સમયે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી અને જણાવ્યુ હતું કે હાલ તહેવારોનો સમય નજીકમાં છે આથી લાપરવાહી રાખવી નહીં. તહેવારોના સમયે સાવધાની રાખવી આવશ્યક છે. તહેવારોના સમયમાં કોરોનાનાં નિયમનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. “ઘરે રહો સુરક્ષિત રહો” ની કરી વાત અને જો બહાર નીકળો તો માસ્ક પહેરવું ફરજિયાત છે. તેમજ સામાજિક અંતર જાળવવું અને વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અથવા સાબુથી હાથ ધોવાનું પી.એમ. નરેન્દ્ર મોદીએ જનતાને જણાવ્યુ હતું.
કોવિડ-19 ની ગાઈડલાઇન અનુસાર દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું. આ સંબોધનનો મુખ્ય ઉદ્દેશ લોકોને તહેવારોના સમયમાં સાવચેતી રાખવાનો હતો અને દેશનાં લોકોને તહેવારોમાં સુરક્ષિત રહેવાનુ સંબોધન હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે પશ્ચિમના અન્ય દેશોમાં ફરી એક વખત કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આથી સમગ્ર ભારતનાં લોકોને કોવિડ-19 ની ગાઈડલાઇનનાં નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું અને સુરક્ષિત રહેવાનુ જણાવ્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાહેર જનતાને સાતમું સંબોધન…
Advertisement