Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓનલાઈન શોપિંગ કરતાં કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો વધુ…

Share

– ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કરેલ શોપિંગથી થઈ છેતરપિંડી.

– ફેક એપ્લિકેશન પરથી અરજદારનાં ખાતામાંથી રૂ.20,000 ની છેતરપિંડી આચરી.

Advertisement

– ઓનલાઇન ફેક એપ્લિકેશન પર વિશ્વાસ ન કરવો.

– જરૂર જણાઈ તો બેંક પર રૂબરૂ જવું, કોઈને પણ પોતાના ગુપ્ત OTP કે પિનકોડ ન આપવા.

– સાયબર ક્રાઇમનાં કિસ્સામાં જો આપ નાણાકીય છેતરપિંડીનો ભોગ બનો તો તુરંત જ નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો.

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર ડીવીઝનમાં સાયબર ક્રાઇમનો બનાવ બન્યો હતો જેમાં આ સાયબર ક્રાઇમનાં બનાવમાં અંકલેશ્વર પોલીસે નાણાંકીય છેતરપિંડીમાં ભોગ બનનારને રૂપિયા 19.191 પરત મેળવી આપેલ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ડીવીઝનનાં પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સ્કોડની ટિમ દ્વારા લોન-લોટરી, ફ્રોડ, જોબ, ફ્રોડ શોપિંગ, આર્મીનાં નામે OLX, ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમનાં બનાવોમાં સાયબર ક્રાઇમ સ્કોડ અંકલેશ્વર ડીવીઝન દરેક વખતે ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થતી હોય છે.

આવો જ એક કિસ્સો તાજેતરમાં સાઇબર ક્રાઇમને લાગતો ગુનો ભરૂચ ડીવીઝનમાં બન્યો હતો જેમાં અરજદારનાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર છેતરપિંડીથી કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા તેની પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. અંકલેશ્વરનાં અરજદાર દ્વારા ટૂંક સમય પહેલા ફેશનીયા એપ્લિકેશન દ્વારા રૂપિયા 400 ની કિંમતનો ડ્રેસ ઓનલાઈન શોપિંગ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો જેની ડિલિવરી 10 દિવસ સુધી નહીં થતાં અરજદારે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી જે નંબર પર ફોન કરતાં સામાવાળી વ્યક્તિએ અરજદારને AirDroid નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવેલ અને અરજદારના બેન્કના ખાતામાંથી રૂ.20,000 ટ્રાન્સફર કરી લીધેલ જે બનાવમાં અરજદારે સાયબર ક્રાઇમની ટીમનો સંપર્ક કરતાં અંકલેશ્વર સાયબર ક્રાઇમ ડીવીઝનમાં ભોગ બનનાર અરજદારને રૂપિયા 19,191 બેન્ક ખાતામાં પરત મેળવી આપેલ છે.

સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભોગ બનનારને તાત્કાલિક ધોરણે એકશન લઈ ટેકનિકલ એનાલિસિસનાં આધારે અરજદારની અરજ પર તાત્કાલિક ધોરણે રૂપિયા પરત મેળવી આપેલ છે અને અંકલેશ્વર ડીવીઝન સાયબર ક્રાઇમ સ્કોડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે આપના મોબાઈલ ઉપર કોઈપણ પ્રકારનાં બેંકમાંથી માહિતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહીં. જરૂર જણાય તો રૂબરૂ જઇ બેન્કમાંથી માહિતી મેળવવી. ગૂગલ કે ફેસબુક પરથી મળેલ કોઈપણ નંબર કે કોઈપણ ફેક એપ્લિકેશન પરથી ઓનલાઈન શોપિંગ કે કસ્ટમર કેરનાં કોઈ નંબર પર ભરોસો કરવો નહીં તેમજ આપના બેંકનાં કોઈપણ ગુપ્ત પિન નંબરો OTP કે UPI પિન કોઈને આપવા નહીં. આવા કિસ્સામાં આપ નાણાંકીય છેતરપિંડીનો ભોગ બની શકો છો, જો જરૂર જણાય તો સાયબર ક્રાઇમ સ્કોડ અથવા નજીકનાં પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકો છો.


Share

Related posts

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું મોત બે લોકો ને ઈજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!