*રહમાહ ફાઉન્ડેશન મેડીકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઐતિહાસિક અને સાહસીક કદમ
*ફાઉન્ડેશન ના ખરોડ અને સંજાલી ગામના મેમબરો દ્વારા ઓટો રિક્ષા નું કરાયુ વિતરણ
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે રહમાહ ફાઉન્ડેશન મેડીકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ના સહયોગ થી સેવાકીય પ્રવૃત્તિ ઓ ના ભાગરૂપે મેડિકલ, શિક્ષણ, બેરોજગારો ને રોજગારી ક્ષેત્રે લોક કલ્યાણ નાં કામો કરી રહ્યુ છે. જે એક ઐતિહાસિક કદમ અને સરાહનીય કામગીરી હાથ ધરી છે. આ ફાઉન્ડેશન દ્વારા બિમારીથી પીડીત લોકો ની વહારે ચઢી જરૂરતમંદોની બિમારી માં ઓપરેશન અને દવાઓ તેમજ એમ્બ્યુલન્સ ના સહિત નો ખચઁ ઉઠાવી મદદરૂપ થઇ લોક કલ્યાણ પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે જયારે કોવિડ-૧૯ ની મહામારી ને કારણે લોકડાઉન દરમ્યાન જરૂરતમંદોની મદદ પણ કરી હતી અને તે દરમ્યાન જે યુવાનો રોજગારી ગુમાવી ચૂક્યા છે અને જેઓ ને પોતાના પરિવાર નો ખચઁ ઉઠાવવા મુશ્કેલી થઇ પડી છે ત્યારે તેવા યુવાનો ની મદદે આ ફાઉન્ડેશનના મેમ્બરો આગળ આવ્યા છે અને પ્રથમ ખરોડ ગામ ના ૪ જેટલા યુવાનો ને તેઓના પરિવાર નું ગુજરાન ચલાવી શકે તે માટે રહમાહ ફાઉન્ડેશન મેડીકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના ખરોડ અને સંજાલી ગામના મેમબરો દ્વારા નવી ઓટો રિક્ષા વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ફાઉન્ડેશન દ્વારા આવનારા દિવસોમાં વધુ એક લોક કલ્યાણ ની પ્રવૃત્તિ હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રાથમિક રીતે નજીકના ગામડા ઓ માં બેરોજગાર યુવાનો ને ઉધોગો માં રોજગારી મળી રહે તે માટે ના પ્રયાસો હાથ ધરાશે જ્યારે મહિલા ઓ માટે સિવણ ક્લાસ ચાલુ કરી ટ્રેનિંગ પુરી કયાઁ પછી તેઓ પગભર બની ગુજરાન ચલાવી શકે તે માટે સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગાર યુવાનો ને તેઓના કૌશલય ના આધારે તેઓ ને રોજગારી મળી રહે તે માટે ફાઉન્ડેશન દ્વારા સલાહ સુચનો કરી મદદ કરવા માં આવશે અને જે યુવાઓ ડ્રાયવર હોવા છતાં લાયસન્સ ધરાવતા નથી તેવા લોકો ને પણ મદદરૂપ થઇ સહયોગ કરવામાં આવશે. આ ઓટો રિક્ષા વિતરણ ના કાર્યક્રમ દરમ્યાન રહમાહ ફાઉન્ડેશન મેડીકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ખરોડ ગામના મુહંમદ ભાઇ મોગરેલ, મકસુદભાઇ ખરોડિયા, મૌ. મોહમ્મદ કાજી સાહેબ, ફહદભાઇ ખરોડિયા, શોયેબભાઈ ગંગાત દ્વારા સફર આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંજાલી ના ડે. સરપંચ સિરાજભાઈ પટેલ, ડો. હનીફભાઇ દરસોત, નઇમભાઇ, અને એડવોકેટ સલીમ ભાઇ હાજર રહ્યા હતા અને તેઓ ના હાથે રિક્ષાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ સમગૃ કાયઁકમ નું જાવીદ ભાઇ કરોડિયા (માસ્તર) દ્વારા સફર સંચાલન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર ના ખરોડ ગામે બેરોજગાર યુવાનો ને જીવન નિર્વાહ માટે ઓટો રિક્ષા નું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement