ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ભરૂચ નગરપાલિકાના સહયોગથી ફાયર સેફટીની ટ્રેનિંગ આજરોજ વેલ્ફેર હોસ્પિટલ સંકુલમાં રાખવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ફાયર સેફટી ઓફિસર શૈલેષ સાશિયા અને તેમની ટીમ દ્વારા કુદરતી આફત અને માનવ સર્જિત આફત કે અકસ્માત વખતે શુ કરવું અને કઈ રીતે પોતાનો તથા અન્ય જનતા અને મિલકતનો બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી હતી.
અચાનક આગ લાગે ત્યારે પ્રી કોસનના ભાગ રૂપે સલામત રહી આગને અનુરૂપ ફાયર એક્સટીન્ગ્યુસર ઉપયોગ કરી આગને ઓલવવા માટે શું કરવું અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેનું નિદર્શન કરી વેલ્ફેર સ્ટાફ પાસે લાઈવ ડેમો પણ કરાવાયુ હતું. પુર વખતે ડૂબતા માણસને કઈ રીતે બચાવવો અને તાત્કાલિક કેવી રીતે, ઘરગથ્થુ સાધનોનો ઉપયોગ કરી શકાય તેનું પણ લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, એડમીન સ્ટાફ તથા અન્ય કર્મચારીઓએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા. આ તકે ભરૂચ નગરપાલિકાનાં ફાયર ઓફિસર અને તેમની ટીમે ફાયર સેફટીની તાલીમ આપી હતી. ફાયર ઓફિસર સમગ્ર ટ્રેનીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ પ્રકારનાં કોઈપણ ફાયર સેફટીની જરૂરિયાત ઊભી થાય તો કેવી રીતે રક્ષણ કરવું તેની તાલીમ આપી હતી.
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની ટ્રેનિંગ યોજાઇ.
Advertisement