ખરચી તેમજ ઝઘડીયા તાલુકાના અન્ય વિસ્તારોમાં આવેલી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી બે જવાબદારી પૂર્વકનું વલણ દર્શાવી છોડી મુકવામાં આવે છે. આવું પ્રદૂષિત પાણી ખાડીના પાણી સાથે ભરી જતા સમગ્ર ખાડીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આવી ઘટના વારંમવાર બનતી હોવાથી લોકોમાં કંપનીઓ તેમજ જી.પી.સી.બી સામે રોષની લાગણી જણાઈ રહી છે. તાજેતર માં આવું જ પાણી ખાડી અને ખેતરોમાં ભરાઈ જતા ખેતીની જમીનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમજ ખાડીના પાણીમાં પ્રદૂષિત પાણી મળતા મોટી સંખ્યામાં માછલાં ઓના મોત નીપજ્યા છે. આ અંગે જી.પી.સી.બી ના કર્તાહર્તા
ઓને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને પ્રદૂષિત પાણી ના સેમ્પલ લીધા હતા.આ બનાવ અંગે જી.પી.સી.બી કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
Advertisement