માં અંબા ની આરતી જે છેલ્લા 400 વર્ષ પૂર્વે રચના થઇ હતી તેવા માં નર્મદા એટલે રેવા તીર્થે આવેલ માર્કંડઋષિ નું આશ્રમ સ્થળ જેમના નામ પર થી માંડવા બુઝર્ગ નામ પડ્યું છે. તેવા જુના માંડવા ગામ માર્કંડેશ્વર મહાદેવ મંદિર અને માં અંબા મંદિર આજે પણ તેની ગુંજ સંભળાય છે. અંકલેશ્વર શહેર થી 10 કિલોમીટર અંતર આવેલ જુના માંડવા ગામ ખાતેનું માં અંબાજી યાત્રા ધામમાં અંબા ની જ્યાં કોરોના મહામારીને લઇ પરંપરાગત ગરબા ચાલુ વર્ષે અટક્યા છે. માં અંબાની આરતી જે છેલ્લા 400 વર્ષ પૂર્વે રચના થઇ હતી. તેવા માં નર્મદા એટલે રેવા તીર્થે આવેલ માર્કંડઋષિનું આશ્રમ સ્થળ. જેમના નામ પર થી માંડવા બુઝર્ગ નામ પડ્યું છે તેવા જુના માંડવા ગામ માર્કંડેશ્વર મહાદેવ મંદિર અને માં અંબા મંદિર આજે પણ તેની ગુંજ સંભળાય છે. અંકલેશ્વર શહેર થી 15 કિલોમીટર અંતર આવેલ જુના માંડવા ગામ ખાતેનુંમાં અંબાજી યાત્રા ધામ આવેલું છે. એ યાત્રા ધામ ની જાણ જૂજ લોકોને છે. માં રેવા એટલે માં શિવપુત્રી નર્મદા જેના કિનારે ડગલે ને પગલે મહાદેવ વસે છે. તો માં અંબા ના આર્શિર્વાદ પણ માં નર્મદા પર છે. માં અંબા ના ધામ પણ નર્મદા કિનારે અસ્થિત્વ ધરાવે છે. તેવું આપણું અંકલેશ્વર નગર જે પૌરાણિક નગરીઓ તરીકે પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. તેવી માં નર્મદા નદી ના કિનારે અનેક ઋષિ મુનિઓ ના આશ્રમ છે. જેમાંનું એક આશ્રમ માર્કંડ ઋષિનું આવેલું છે જ્યાં ભગવાન શિવ ની સ્તુતિ કરી હતી અને ભગવાન શિવ શિવલિગ સ્વરૂપ ની તેમણે સ્થપાના કરી હતી તે માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં 400 વર્ષ પૂર્વે શિવાનંદ પંડ્યા એટલે કે શિવાનંદ સ્વામીએ આદ્ય શક્તિની આરતી રચી હતી તે પાવન સ્થળ આવેલું છે. જે એટલા પર તેવો બેસી માં અંબાની આરાધના કરી હતી તે સ્થળ પર આજે 419 વર્ષ થીમાં અંબાનું મંદિર અસ્થિત્વમાં આવ્યું છે. ભરૂચના સામે કાંઠે અંકલેશ્વર થી 15 કિમિ અંતરે આવેલ માંડવા બુઝર્ગ ( જૂનું માંડવા ) ગામ છે. અને માર્કંડ ઋષિ ના નામ પર થી જ ગામનું માંડવા બુઝર્ગ નામ પડ્યું હોવાની લોક વાયકા છે. તે સ્થળ પર દહેરી મોજુદ છે. જે જગ્યાએ શિવાનંદ સ્વામીના સમયમાં માત્ર માતાજી નું સ્થાનક અને ઓટલો જ હતા. ( આ દહેરી ) 1963 માં કાસીયા ગામ ના નટવરભાઈ મોદીએ બંધાવી હતી. વર્તમાનમાં આ મંદિર ની સંભાળ તેમના દીકરા પ્રકાશભાઈ મોદી વહુ ગીતાબેન મોદી કરી રહ્યા છે. હવે આ સ્થળ દેહરીનું નવીનીકરણ થયું છે. સ્થળ અને દેહરી અસલ જ છે. દેહરીની ઉપર ની બાજુ એ ભવ્ય શિખર બાંધવામાં આવ્યું છે. ભૂતકાળમાં જુના માંડવા ગામે ભયાનક પૂર આવતા હતા માટે હવે લોકો ઉપરવાસ માં ખસી ગયા છે જ્યાં હાલ નવું માંડવા ગામ અસ્થિત્વ માં આવ્યું છે. 419 વર્ષ પૂર્વે માં આદ્યા શક્તિ આરતીની જે સ્થળે શિવાનંદ સ્વામી રચના કરી હતી તેનો ઉલ્લેખ આરતી માં પણ આજે જોવા મળે છે. સવંત સોળ સત્તાવન સોળસે 22 માં સવંત સોળે પ્રગટ્યા રેવાને તીરે ..માં ગંગાને તીરે. તેમજ પૂનમે કુંભ ભળ્યો સાંભળજો કરુણા માં।.. વશિષ્ઠ એવે વખાણ્યાં।.માર્કંડ દેવએ વખાણ્યાં.. ગાઈએ શુભ કવિતા।…..જે શબ્દ આજે પણ આપણે આરતીમાં લઈએ છીએ ત્યારે જૂજ અંકલેશ્વર વાસીઓ ને આની ખબર છે. છેલ્લા 400 વર્ષ ઉપરાંત થી માં અંબા ની આરતી આપણે જે ગાઈએ છીએ તે ની રચના અંકલેશ્વર માં થઇ હતી. માં અંબા ની આરાધનાનના આ નવરાત્રી ના પવન અવસરે પ્રથમ નવરાત્ર ની પ્રથમ યાત્રા માં અંબા ની આરતી ના રચના સ્થળ કે ઉદ્દગમ સ્થળ એવા માંડવા બુઝર્ગ ના માર્કંડ ઋષિ આશ્રમ અંબાજી મંદિર આજે પણ એક યાત્રા ધામ તરીકે અવિકસિત જોવા મળી રહ્યું છે.
નર્મદા કિનારે આવેલ માર્કંડઋષિના આશ્રમ સ્થળેથી શિવાનંદ સ્વામીએ માં અંબાની આરતીની રચના કરી હતી જાણો વધુ…???
Advertisement