Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકામા સફાઈ કામગીરી ખાડે ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોને સફાઈ કરવાનો વારો આવ્યો છે

Share

સુરેન્દ્રનગર જીલ્લાનુ લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આ છોટા કાશીમા અનેકો જગ્યાએ દિન-પ્રતિદિન કચરા, ગટરો ની સમસ્યા સામે આવતી હોય છે ત્યારે લીંબડી તાલુકાના શૈયદ મહોલ્લા વિસ્તારમાં આવેલ મેઈન ગટર દિન-પ્રતિદિન ઉભરાય છે અને આ ગટરનું ગંદકી ભર્યુ પાણી જાહેર રોડ તેમજ રહેણાંક વિસ્તારોમાં ભરાય જાય છે ત્યારે આ પાણીનો નિકાલ અને ગટર સફાઈ આ શૈયદ મહોલ્લા વિસ્તારના રહિશો સફાઈ કામદાર બનીને સાફ કરે છે ત્યારે આ સમસ્યા છેલ્લા એક વર્ષથી છે જેવું વિસ્તારના રહીશ અયુબભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ બાબતે નગર પાલિકાને અવાર નવાર રજુઆત કરવા છતાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિથી સર્જાઇ છે ત્યારે આ વિસ્તારના લોકો હાલ સફાઈ કામદાર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતેના નિર્ણય સંમેલન અંગે બે ની અટક જો કે સત્તાવાર સમર્થન નહીં

ProudOfGujarat

અમદાવાદના પ્રખ્યાત મણિનગરના દાસ ખમણના ચટણીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ.

ProudOfGujarat

દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કરે લોલીપોપ વિતરણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!