દેશભરમા હિન્દુ ધર્મના સૌથી મોટા ગણાતા નવરાત્રીના તહેવારનો આજથી પ્રારંભ થયો છે. માઇભકતો ૯ દિવસ ઉપવાસ તેમજ આરાધના કરી માતાજીના પુજન અર્ચન કરશે.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે પણ આજે માઇભકતોએ મા મહાકાલીના વર્ચ્યુઅલ દર્શન કર્યા હતા. એક તરફ કોરોનાની વધતી મહામારી ને પગલે આ વખતે પાવાગઢ નું મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જેના બદલે ભકતોની આસ્થાને ધ્યાનમા રાખીને અહી ડીઝીટલ એલઇડી સ્ર્કિન માંચી ખાતે મુકવામા આવી છે. જેના પર દર્શન ભાવિકો કરી શકે. મંદિર પ્રશાસન દ્વારા પણ આવનાર ભકતો સારી રીતે દર્શન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે. અહી આવનાર ભકતો સોશિયલ ડીસટન્સનુ પાલન કરે તેની પુરી તકેદારી રાખવામા આવી છે. પાવાગઢ તળેટીથી માચી સુધી જવા એસટીબસો પણ દોડાવામા આવી રહી છે. પાર્કીગની પણ વ્યવસ્થા કરવામા આવી છે. કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મહાકાલી મંદિર બંધ હોવાને કારણે ભકતોની સંખ્યામા ઘટાડો જોવા મળે તેમ પણ લાગી રહ્યુ છે.
રાજુ સોલંકી:- પંચમહાલ