રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાનું મંદિર ભક્તો માટે આજે નવરાત્રિ શરૂ થતા દર્શન માટે ખુલ્લુ મૂક્યું હતું. મંદિરમાં પ્રવેશદ્વાર માટે બે ગેટ બનાવવામાં આવ્યા છે એક ગેટમાંથી એન્ટ્રી કરી શકાશે અને બીજા ગેટથી બહાર જવાનું રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર સવારના ૬:૩૦ થી રાત્રી ના ૮ વાગ્યા સુધી ખુલ્લું મુકાશે. દર વર્ષની જેમ જે ત્રણ આરતી કરવામાં આવશે તે આરતી ૩ ટાઈમ કરવામાં આવશે, એક આરતી સવારે ૧૦ વાગ્યે, સાંજે ૬:૧૫ વાગ્યે અને બીજી આરતી રાત્રે ૧૨ વાગ્યે કરવામાં આવશે. રાતની આરતીના સમયમાં ખાલી મંદિરના પૂજારી અને ટ્રસ્ટી હાજર રહેશે. દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપતી વખતે કોવિડ ૧૯ ની તમામ ગાઈડલાઇનનાં પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે ભક્તોને સેનેટાઈઝ કરવામાં આવશે અને ટેમ્પરેચર માપવામાં આવશે તેમજ એક લાઈનમાં લગભગ ૭ થી ૮ જણને પ્રવેશ આપવામા આવશે અને મંદિરના બહાર એલ.ઈ.ડી. ટીવી રાખવામાં આવેલ છે આ એલ.ઈ.ડી.ટીવી માં માતાજીના દર્શન કરી શકાશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી