ભરૂચનાં તવરા ખાતે આવેલું આહીર સમાજનું કુળદેવી માતાજીનું મંદિરમાં આવતીકાલથી નવરાત્રિનાં પ્રારંભે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે. આહીર સમાજનું મહત્વનું ગણાતું અને આહીર સમાજ દ્વારા નિર્માણ કરેલ શ્રી પાંચ દેવી મંદિર જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડીયાર માતાજી, મોગલ માતાજી તથા મેલડી માતાજીની આહીર સમાજ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે. આહીર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું આ મંદિર આવતીકાલે પ્રથમ નવરાત્રિએ ખુલ્લુ મૂકવામાં આવશે. સવારે 7 વાગ્યે માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના આરતી કરાશે. નવરાત્રિ દરમિયાન નિયમિત સાંજે પણ 7:30 વાગ્યે માતાની ભક્તિભાવ પૂર્વક આરતી કરવમાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને કારણે મંદિરનાં આયોજકો દ્વારા ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આહીર સમાજ પ્રતિવર્ષ આ ઉત્સવ મદિરનાં પટાંગણમાં પરંપરાગત રીતે ઉજવે છે. પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઇન અનુસાર મંદિરનાં પટાંગણમાં ભીડભાડ જમા ન થાય તે હેતુથી માત્ર માતાની આરતીના દર્શન નિયમિત સવાર સાંજ પૂજા અર્ચનનું આયોજકો દ્વારા આયોજન હાથ ધરાયું છે. આ મંદિરે દર્શનાથે આવનાર દરેક દર્શનાર્થીએ કોરોનાની ગાઈડલાઇન અનુસાર માસ્ક પહેરવું ફરજિયાત છે અને સાવચેતીનાં ભાગરૂપે મંદિરનાં પ્રવેશદ્વાર પર તમામ શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરવામાં આવશે તથા મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શનની વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે તેવું તવરા આહીર સમાજની એક યાદીમાં જણાવાયું છે.
ભરૂચ : આહીર સમાજની શ્રદ્ધાનું પ્રતિક તવરા પાંચ દેવી મંદિર આવતીકાલથી ખુલ્લુ મૂકાતા દર્શનાર્થીઓમાં હર્ષની લાગણી.
Advertisement