નર્મદા જિલ્લો વિશ્વમાં પ્રવાસન તરીકે એક મોટું નામ બનાવી રહી છે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી અને આઠમી અજાયબીમાં સ્થાન મેળવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે એના આજુબાજુના એરિયામાં રોજેરોજ વિકાસ થઈ રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે યુનિટી ખાતે રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલી નિઝામ શાહની દરગાહમાં તમામ ધર્મના આસ્થાનું પ્રતિક સમાન આશરે ૬૦૦ વર્ષ જૂની નિઝામ શાહ નામની દરગાહ આવેલી છે. આ દરગાહમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા રાખે છે અને બધાની મનોકામનાઓ પણ પૂરી થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિકા દ્વારા કારોબારી સભામાં ૧૯૪ રાજપીપળા નગરમાં વિકાસના કામ માટે પાસ કરવામાં આવ્યા છે એમાં 102 નંબરનું કામની દરગાહ ગાઉન્ટનું પેવર બ્લોક લાઈટનો થાંભલો અને હેરડપ્પ દરગાહનું વિકાસના કામ માટે પાસ કર્યું છે અને રાજપીપળા નગરપાલિકા દ્વારા કેટલીક જગ્યાએ ખાતમુહૂર્ત તો પણ ચાલુ કરવામાં આવ્યા છે પણ હજુ સુધી દરગાહનું કામનું ખાતમુહૂર્તના થતા લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કયારે ચાલુ કરવામાં આવશે રાજપીપળાના લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માંગ કરી છે.
દરગાહના બાંધકામ સમિતિ દ્વારા જણાવામાં આવ્યું કે રાજપીપળા નગરપાલિકાએ કેટલીક પ્રાઈવેટ સોસાયરી પેવર બ્લોક કામ વગર સમતીએ મંજુર કરેલ છે તો ક્યાં કારણસર રાજપીપળા નગરપાલિકા હસ્તક કરી દેવાનું લખાણ ટ્રસ્ટીઓ પાસે માંગતા નિઝમશાહ પીર દરગાહથી આસ્થા રાખનારોઓમાં ભારે રોષની લાગણી વર્તાય રહી છે.
આ મુદ્દે રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલને ફોન કરીને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ પત્રકારનો ફોન રીસીવ કરીને જવાબ આપવાની જહેમત ન શું આ મુદ્દે ચીફ ઓફિસર કંઇક છુપાવી રહ્યા છે યા પછી પત્રકારોના સવાલોથી ભાગી રહ્યા છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી