ભરૂચ જીલ્લામાં સરકારની ગાઈડલાઇન અનુસાર વિવિધ સરકારી કચેરીઓ, કોર્ટ બિલ્ડીંગ, સેવા સદન સહિતની જગ્યાઓ પર જીલ્લાનાં અધિકારીઓ કર્મચારીઓએ કોરોના વોરિયર્સ બનવા માટે અને કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ તથા ફરજિયાત માસ્ક પહેરવું તે સહિતનાં નિયમોનાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમ છતાં આજે સવારે ભરૂચનાં જનસેવા કેન્દ્ર ખાતે કેટલાક લોકો માસ્ક વગર કચેરીમાં પ્રવેશ્યા હતા તો સોશિયલ ડિસ્ટન્સનું પણ અભાવ જોવા મળ્યો હતો. એક તરફ સરકારી બાબુઓ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કનાં કડક નિયમનું પાલન કરવા માટે શપથ ગ્રહણ કરતાં હોય, તો જનસેવા કેન્દ્રમાં લોકોના ભીડભાડ ભરેલા દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયા હતા લોકોએ માસ્ક પણ ન હતા પહેર્યા આ તે સરકારી ખાતાની કેવી શપથ ગ્રહણ છે ? સમજાતું નથી ? અત્રે નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં શરૂઆતનાં અરસામાં કોરોનાનાં કેસની સંખ્યા વધુ પ્રમાણમાં નોંધાઈ હતી તાજેતરમાં કોરોના પોઝીટિવની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતુ જો સરકારી કચેરીઓમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ઉલાડીયો કરવામાં આવશે તેમજ વગર માસ્ક પહેરેલા લોકો જનસેવા કેન્દ્રમાં પ્રવેશતા હોય તો આગામી સમયમાં કોરોના અને કોવિડ-19 ની સંખ્યામાં વધારો થવાની શકયતા છે તો લોકલ સંક્રમણ પણ જો આવી પરિસ્થિતી શહેરની સરકારી કચેરીઓમાં જોવા મળશે તો વધશે તેવું ભરૂચ જીલ્લાનાં બુદ્ધિજીવીઓએ જણાવ્યુ હતું.
ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….
Advertisement