લીંબડી વિધાનસભા 61 માટે પેટા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ કિરીટસિંહ રાણાએ ભર્યું છે કિરીટસિંહ રાણા રૂદ્રાભિષેક કરીને વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તે પહેલા મધ્યસ્થ ભારતીય જાણતા પાર્ટી કાર્યાલય ખાતે મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં રાજયમંત્રી આર.સી. ફળદુ, શંકરભાઇ વેગડ, દિલીપ પટેલ, જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ લીંબડી સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે કિરીટસિંહ રાણા પહોંચ્યા હતા તે સમયે તેના ઠેકેદાર તરીકે રાજયમંત્રી આર.સી.ફળદુ સતત તેની સાથે રહ્યા હતા. વિધાનસભા 61 ની સીટનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ લીંબડી-ચુડા અને સાયલાનાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કિરીટસિંહ રાણાની જીત નિશ્ચિત હોય તેવો સૂર વ્યકત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પસંદ ક્ષત્રિય સમાજ પર ઉતારી છે તેની સામે કોંગ્રેસનાં ઉમેદવાર કેટલા અંશે મજબૂત સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે ?
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર