મુંબઈમાં બુધવારની રાત્રે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે મુંબઈ અને પુણેનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હૈદરાબાદ બાદ હવે માયાનગરી મુંબઈમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મેધરાજાએ બુધવારે રાત્રે જાણે કે સટાસટી બોલાવી હોય અનેક વિસ્તારોમાં ગૂંથણ ડૂબ પાણી ભરાયા છે. મુંબઈ સરકારે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મુંબઈમાં અવિરત મેધ મહેર થતાં જન જીવન ઠપ્પ થઈ ગયું છે. માર્ગો પણ પાણી પાણી થઈ ચૂકયા છે. મુંબઈ બાદ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 કલાલ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં પવનની ગતિમાં વધારો નોંધાશે જેમાં હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાનાં વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળશે જેમાં પ્રતિ કલાક પવનની ગતિ 30 થી 40 કી.મી. ની થઈ જશે અને ત્યારબાદ દરિયાઈ પટ્ટીમાં પવનની ગતિ 50 થી 65 કી.મી. પ્રતિ કલાક ફૂંકવાની શકાયતા હવામાન વિભાગે જણાવી છે. આ વર્ષે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો ભરપૂર વરસાદ નોંધાયો છે ત્યારે આગામી સમયમાં હવામાન વિભાગની જાણકારી અનુસાર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમક મહારાષ્ટ્ર અને મુંબઈમાં મેધ મહેર અને અતિવૃષ્ટી આપણે જોઈ રહ્યા છે જો આગામી સમયમાં ગુજરાતમાં મેધ મહેર થાય તો અતિવૃષ્ટિનાં કારણે ખેડૂતો પાયમાલ થવાની શક્યતા પણ ધરતીપુત્રો વ્યકત કરી રહ્યા છે.
મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મેધ મહેર થવાની સંભાવના.
Advertisement