Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIA

આગામી સમયમાં સિનેમાઘરોમાં કઈ ફિલ્મો રીલીઝ થશે… જાણો વધુ.

Share

ઘણા લાંબા અરસાથી સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્ષ બંધ હાલતમાં છે સિનેમાનાં શોખીનો પણ સિનેમા ઘરો ખૂલવાની રાહમાં છે. કોરોના મહામારીનાં કારણે 6 મહિના કરતાં વધુ સમયથી સિનેમા ઘરો બંધ હોય, ફિલ્મી પડદાનાં ચકોની માંગણી અનુસાર આગામી સમયમાં સરકાર દ્વારા સિનેમા હૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આગામી સમયમાં મલ્ટિપ્લેક્ષ અને સિનેમા ઘરોનાં માલિકો દ્વારા આગામી ત્રણ માહિનાનું ફિલ્મી પડદાની તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર આગામી નવેમ્બરમાં ઇન્દુની જવાની, બંટી અને બબલી-2, છલાંગ, સંદીપ અને પિંકી ફરાર, 99 સોંગ્સ, મીમી, ટેનેન્ટ જેવી ફિલ્મો નવેમ્બર માહિનામાં રજૂ થશે. ડિસેમ્બર મહિનામાં 83, રૂહી અફઝાના, ડેથ ઓન ધ નાઈટ, વન્ડર વુમન જેવી ફિલ્મો સિનેમાઘરોમાં રીલીઝ થશે. તેમજ જાન્યુઆરી માહિનામાં અક્ષયકુમારની સૂર્યવંશી, સરદાર ઉધમસિંહ, KGF 2, આધાર, રામ પ્રસાદ કી તેરહવી, પીટર રેબિટ, એવરીબડી ઇઝ ટોકિંગ, અબાઉટ ઝેરી જેવી ફિલ્મો રૂપેરી પડદા પર પોતાનો જાદુ ચલાવશે. દિવાળી પર સુરજ મંગળ પર ભારી અને અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બ જેવી ફિલ્મો રીલીઝ થશે. અત્રે નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ કેટલાક સિનેમા ઘરોમાં સુશાંત સિંહ રાજપૂતની છીછોરે ફિલ્મ રૂપેરી પડદે દેખાઈ હતી તો આગામી સમયમાં કેટલાક સિનેમા ઘરોના માલિકે ફરીથી વર્ષ 2020 ની જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રીલીઝ થયેલી ફિલ્મો પડદાનાં ચાહકોની માંગ અનુસાર જૂની ફિલ્મો રૂપેરી પડદે બતાવશે તેવું પણ જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

લીંબડી મોટા મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, એક મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પિપદરા ગામેથી ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!